કાળઝાળ ગરમીમાં દરીયે ટાઢક મેળવતા પ્રવાસીઓ
છેલ્લા એક દશકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર યાત્રાધામો, રાજ્યના બીચોના થયેલ વિકાસના કાર્યોને લીધે દેશભરમાંથી ગુજરાતના પ્રવાસે આવનારા સહેલાણીઓ જબરો ઉછાળો નોંધાયો છે.જેમાં સહેલાણીઓ માટે શિવરાજપુર હોટ ફેવરિટ છે.
સહેલાણીઓ માટે દેવભૂમિ દ્વારકા ખૂબ જ હોટ ફેવરિટ હોવાનું કારણ છેલ્લા એક દશકામાં થયેલ વિકાસ, શિવરાજપુર બીચના લ્હાવા સાથે હરી તથા હર દર્શન,કાળીયા ઠાકર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ તથા બેટ દ્વારકા મકરધ્વજ હનુમાનજી મહારાજ અને હરસિધ્ધિ માતા તેમજ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની પાંચ બેઠકો સહિતના ધાર્મિક સ્થળોનો ભાવીકોને લાભ મળે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયાથી લઈને બેટ દ્વારકા સુધી સામાન્યથી લઈને અદ્યતન સુવિધાઓવાળી હોટલો રેસ્ટોરન્ટ, ધર્મશાળાઓ જ્ઞાતિની વાડીઓ ધાર્મિક સંસ્થાઓના ગેસ્ટ હાઉસ ભાવિકોને, પ્રવાસીઓને મળી રહે છે.
દ્વારકામાં જગતમંદિરે શિશ ઝુકાવવા દરરોજ હજારો યાત્રાળુઓ આવે છે.જે સાથે મોટા ભાગના સહેલાણીઓ આજુબાજુના ધાર્મિક સ્થળો સાથે વિશેષ કરી દરીયાકાંઠાળા પર્યટક સ્થળોએ પણ મહાલે છે.વીક એન્ડ સાથે ઉનાળાના વેકેશનના પગલે અત્યારથી જ સહેલાણીઓઓ પ્રવાહ ઉમટી રહયો છે. ખાસ કરી શિવરાજપુર બીચ પ્રવાસીઓમાં ભારે આકર્ષણરૂપ બન્યો છે.
શિવરાજપુર બીચનો ક્રમશઃ વિકાસ તેમજ સ્કુબા ડાઈવીંગ, પેરાસીલીગ, વોટર સ્પોર્ટસ સહિતની સુવિધાઓ વધતાં પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહયુ છે. ઉપરાંત કાચ જેવા શુધ્ધ પાણી ધરાવતાં રમણીય બ્લ્યુ ફલેગ બીચની મજા માણવી એ જીવનનો લહાવો હોય જેના લીધે પણ શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે પ્રાઈમ ટુરીસ્ટ ડેસ્ટીનેશન બની રહયો છે.
કપરા કોરોના કાળ બાદ સરેરાશ હરવા ફરવા,દેવ દર્શનનો મહિમા ચોક્કસ વધ્યો છે.આમ પણ ગુજરાતીઓ તો હરવા ફરવાનો શોખીન હોય જ છે સમગ્ર ગુજરાત છેલ્લા એક માસથી કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યું છે ત્યારે શિવરાજપુર બીચ ઓખામાં તાપમાન પારો ૩૦ ની આસપાસ રહે છે.જ્યારે રાજ્યના મહતમ સીટીનો પારો ૩૫ ઉપર રહેવા પામ્યો છે.
દ્વારકા-ઓખા,બેટમાં શિવરાજપુરમાં હોસ્પાલીટી સાથેની હોટલો રિસોર્ટ ઉપલબ્ધ હોવાથી સમગ્ર દેશના પ્રવાસીઓની પ્રથમ પસંદગી દ્રારકા બન્યું છે.સાથોસાથ શિવરાજપુર બીચમાં વોટર સ્પોર્ટ્સની અલગ અલગ ગેમ્સ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલમાં ઉનાળું વેકેશનના લીધે સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech