દ્વારકા-મીઠાપુર હાઇવે પાસે મૃતદેહો સાથે રંગે હાથ પકડી પાડતી ફોરેસ્ટ ટીમ: એક શખસ નાસી છૂટતા શોધખોળ
મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક આર. સેન્થીલકુમાર તથા નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્કના રાઘીકા પરસાણા જીલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે માર્ગદર્શન તેમજ સુચના મુજબ મદદનીશ વન સંરક્ષક એ.પી.પટેલના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક દ્વારકા એન.પી.બેલા દ્વારા બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી કુંજ કરકરા પક્ષીઓના શીકારના ગંભીર પ્રકારના ગુનાના સંગઠીત અપરાઘને તોડી પાડવા માટેની કામગીરીનું આયોજન હાથ ઘરવામાં આવ્યું છે ત્યારે દ્વારકાના રૂપેણબંદર પાસેથી એક શખસને સાત નંગ કુજ પક્ષીના મૃતદેહ ભરેલ કોથળા સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો અને એક શખસ ફરાર નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 18 જાન્યુઆરી 2025ના રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારકા અને.પી.બેલાને ખાનગીરાહે બાતમી મળી હતી કે 2 શખસો રૂપેણબંદર દ્વારકા-મીઠાપુર હાઇવે પાસે આવેલ ફકીરાપીરની દરગાહ સામે રોડ પર આવવાના હોવાથી કુંજપક્ષીઓના મૃતદેહો સાથે રંગેહાથ પકડી લેવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી.બેલા સહિત વનવિભાગના સ્ટાફની વિવિઘ ટીમો બનાવવામાં આવી હતી. જેમાંથી એક સ્ટાફને ડમી ગ્રાહક બનાવી બાતમી મુજબના સ્થળે રાખવામાં આવ્યો હતો. ત્યારે 2 શખસો કુજ કરકરા પક્ષીઓ ભરેલ કોથળો લઇ આવતા નદિમ જીયા રાડીયા નામના શખ્સને સ્થળ પરથી કુજ કરકરા પક્ષીઓ નંગ 7 સાથે વનવિભાગની ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો અને એક શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ નાસી છૂટેલા શખસની શોધખોળ જુદી-જુદી દિશામાં શરૂ કરવામાં આવી છે અને પકડાયેલા શખસને તા. 19ના દ્વારકાની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલત દ્વારા આરોપીને જિલ્લા જેલમાં મોકલી આપવા હુકમ ફરમાવ્યો છે. આ બનાવના પગલે દ્વારકા પંથકમાં શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખસોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ સમગ્ર કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલા, સાથે સ્ટાફના એસ.જી. કણજારીયા, એન.જે. ગાગીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech