દ્વારકા​​​​​​​: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન

  • May 20, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યોજનાનો લાભ લેવા ઇચ્છુકોએ તા.૩૦ જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં વર્ષ ૨૦૨૫માં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને સફાઈ કામદારના આશ્રિત બાળકોમાં ઉતીર્ણ થયેલા બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં ધોરણ ૧૦માં ઉતીર્ણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૪૧ હજાર, બીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૨૧ હજાર અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૧૧ હજાર આપવામાં આવશે. ઉપરાંત ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ/ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૩૧ હજાર, બીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૨૧ હજાર અને ત્રીજા ક્રમે આવનાર વિધાર્થીને રૂ.૧૧ હજાર આપવામાં આવશે.

આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી. આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૫ની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. ઉપરાંત વર્ષ માર્ચ / એપ્રિલ ૨૦૨૫માં લેવામાં આવેલ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિધાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઇટ https://esamajkalyam.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઉક્ત યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામ આવે છે. વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં. સી/જી ૧૧-૧૨, ધરમપુર લાલપુર બાયપાસ રોડ, મું. ખંભાળિયા, જિ.દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જિ.દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application