ગામમાં તરગારા જોવા ગયા ત્યારે શખ્સો વિફર્યા : મારી નાખવાની ધમકી દીધી
કાલાવડના મોટા વડાળા ગામમાં તરગારા જોવા ગયેલા અનુસુચીત જાતીના વૃઘ્ધને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કરીને મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી. આથી તેમણે ગામમાં રહેતા ૩ શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે.
કાલાવડના મોટાવડાળા ગામમાં રહેતા કડીયા કામ કરતા અરુણ મેઘજીભાઇ ચંદ્રપાલ (ઉ.વ.૫૨) નામના આધેડ ગત તા. ૪ રાત્રીના ગામના ચોરા પાસે તરગારા જોવા ગયા હતા ત્યારે ફીરોજ અને અન્ય એક શખ્સ મળ્યા હતા અને તેમને કહેલ કે તારે સરપંચ બાબતે કાંઇ બોલવું નહીં આમ કહી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો કહયા હતા અને ફરીયાદીને એક ઝાપટ ઝીંકી દઇ માથા, છાતી અને વાંસાના ભાગે આડેધડ ધુંબા માર્યા હતા તેમજ બુલેટ અથવા જીપ ફેરવી મારી નાખવાની ધમકી દીધી હતી
આ ઉપરાંત અન્ય એક શખ્સે ફરીયાદીના વાળ પકડીને માર માર્યો હતો બંને જણાએ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ત્રાસ આપી ગામમાંથી તને ભગાડી દેવો છે તેવી ધમકી પણ દીધી હતી, અગાઉ ફરીયાદી જયારે જીણા આમદભાઇ મુલતાનીને ત્યાં કડીયા કામ કરતા હતા ત્યારે રાજુએ ફરીયાદીને અપશબ્દો બોલી જ્ઞાતી પ્રત્યે હડધુત કરેલ અને થોડા સમય પહેલા ફરીયાદી ગામમાં બીડી લેવા ગયા ત્યારે પણ ગાળો કાઢી હડધુત કરી જાહેરમાં ધમકાવેલ હતા. આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
આ બનાવ અંગે અરુણભાઇ ચંદ્રપાલ દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મોટા વડાળા ગામમાં રહેતા ફીરોજ ગીગા મોગલ, રાજુ ગીગા મોગલ અને એક અજાણ્યા શખ્સની વિરુઘ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૨૯૪(ખ), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવતા એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
કેસ પાછો ખેંચી લેવાનું કહીને દ્વારકાના મહિલાને મારી નાખવાની ધમકી: કોર્ટ પરિસર નજીક બનાવ: ચાર સામે ગુનો
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જેતબાઈ માયાભા નવઘણભા બઠીયા નામના ૨૩ વર્ષના હિન્દુ વાઘેર મહિલા બુધવારે દ્વારકાની સેશન્સ કોર્ટમાં તેમની નાની બહેનની કોર્ટની મુદતની તારીખે આવ્યા હતા. ત્યારે કોર્ટમાં મુદત પુરી કરી અને કોર્ટની સીડી પાસે પહોંચતા આ સ્થળે આવેલા આરોપી આસિફ સતાર બેતારા, સતાર વલીમામદ, નૂરજહાં સતાર અને ફાતિમા બબાભાઈ બેતારા નામના ચાર વ્યક્તિઓએ તેમની પાસે આવી અને ફરિયાદી જેતબાઈ તથા સાહેદોને સેશન્સ કોર્ટમાં ચાલી રહેલો કેસ પાછો ખેંચી લેવા અને સમાધાન કરી લેવા માટેનું કહીશ, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બે મહિલાઓ સહિત તમામ ચાર સામે આઈ.પી.સી. કલમ ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
આરંભડાના મહિલાને મારી નાખવાની ધમકી સબબ ચાર સામે ગુનો
ઓખા મંડળના આરંભડા ગામે રહેતા જીવીબેન લાખાભાઈ કારા નામના ૪૫ વર્ષના હિન્દુ વાઘેર મહિલાની દીકરીએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદને પાછી ખેંચી લેવાનું કહી, આરંભડા વિસ્તારમાં રહેતા આરીફ સતાર બેતારા, સત્તાર વલીમામદ બેતારા, નુરજહા સતાર વલીમામદ અને ફાતિમા બબાભાઈ બેતારાએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં બે મહિલાઓ સહિત તમામ ચાર સામે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી, ખંભાળિયાના યુવાન પર મહિલાઓ સહિત ચાર દ્વારા હુમલો
ખંભાળિયામાં ભગવતી હોલ પાછળ આવેલા ચુનારા વાસ ખાતે રહેતા નિલેશભાઈ વાલાભાઈ ખરા નામના ૨૬ વર્ષના યુવાનના ભાઈ નરેશભાઈ સાથે અગાઉ થયેલી બોલાચાલી તેમજ ઝઘડા બાબતે સમજાવવા જતા મનિષાબેન મુકેશભાઈ ધોરીયા, હેતલબેન રવિભાઈ ધોરીયા, મુકેશભાઈ ધોરીયા અને રવિ મુકેશભાઈ ધોરીયા દ્વારા ફરિયાદી નિલેશભાઈને ઢીકાપાટુ તેમજ ખરપડી વડે અને પેવર બ્લોકનો ઘા માર મારીને ઈજાઓ કર્યાની અને તેમજ બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ચારેય સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
દ્વારકા, મીઠાપુરમાં છરી સાથે બે શખ્સો ઝડપાયા
દ્વારકાના ચરકલા રોડ પરથી પોલીસે મોડી રાત્રિના સમયે મુરલીધર ટાઉનશીપ પાસેથી નરસંગ ટેકરી વિસ્તારના રહીશ ઈબ્રાહીમ ભીખુ ભીખલાણી (ઉ.વ. ૩૬) ને તેમજ મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી નંઢાભા ઉર્ફે કનૈયાભા રાયમલભા માણેક (ઉ.વ. ૫૩) ને છરી સાથે નીકળતા ઝડપી લઈ જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech