અમદાવાદથી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલી છોકરીને શોધી તેના વાલી-વારસોને સોપતી દ્વારકા પોલીસ

  • March 02, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા પોલીસની ઉત્કર્ષ કામગીરી

દ્વારકા

તા.27.02.21 ના રોજ સવારે આશરે અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદના મણિનગરમાં રહેતા કરીનાબેન (નામ બદલાવેલ છે.) જે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય અને અમદાવાદ પોલીસે તેના લોકેશનના આધારે ગત રાત્રીના દ્વારકા પોલીસમાં જાણ કરતા નાઈટરાઉન્ડમાં દ્વારકા પોલીસ સ્ટેશનના એએસઆઇ રમેશભાઈ નાખવા તથા એસસી કિશોરભાઈ મેરને દ્વારકા જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી સુનીલ જોશીના માર્ગદર્શન મુજબ ખંભાળિયા ડિવિઝન લાઈવ પોલીસ અધિકારી કિરણ ચૌધરી તથા દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.બી ગઢવી દ્વારા સુચના કરાતા લોકેશન અવન્યે આ ગુમ થયેલને શોધી કાઢી તેના વાલીવારસોને જાણ કરી અને તેમના બહેન તથા ભાઈઓને બોલાવી તેઓને સોંપી અપાતા તેના પરિવારમાં હર્ષની લાગણી અનુભવાઈ હતી અને ગુમ થયેલી છોકરીનું તેના વાલીઓ દ્વારા સાથે મિલાપ કરાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS