રાજકોટના શખ્સ સામે ફરિયાદ
દ્વારકામાં રહેતા અને પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરતા ધવલભાઈ પંકજભાઈ જટણીયા નામના 34 વર્ષના યુવાનને ગત તારીખ 19 મીના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના સમયે રાજકોટમાં રામાપીર ચોકડી વિસ્તારમાં રહેતા આકાશ અમિતભાઈ તેજુરા ઠક્કર નામના શખ્સ દ્વારા કોઈ કારણોસર જુદા જુદા સમયે કુલ ત્રણ વખત ફોન કરી અને બિભત્સ ગાળો કાઢી, "માર મારીને પાડી દઈશ, કોઈને શોધ્યો નહીં મળે, હું ડોન છું અને ડોન રહીશ. તારાથી થાય તે કરી લે"- તે પ્રકારની ધમકી આપી અને દ્વારકા આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકામાં સગીરાના અપહરણ સબબ ફરિયાદ
દ્વારકામાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની એવા એક પરિવારની સગીર વયની પુત્રીને રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો કાનજી ઉર્ફે કાનો નરશીભાઈ વાંજા નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદાથી સગીરાના પરિવારજનોના વાલીપણામાંથી તેણીનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના ભાઈ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech