દ્વારકાઃ તુષ્ટિ પ્રોજેક્ટ મારફત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો

  • March 26, 2021 08:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં તા. 24/03/2021 ના રોજ નગરપાલીકા કોમ્યુનીટી હોલ ખાતે સરકારશ્રી તથા નયારા એનર્જીના સંકલનથી દેવભૂમિ દ્વારકામાં ચાલતા તુષ્ટિ પ્રોજેક્ટ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ.  આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી) દ્વારા કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં જીલ્લા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફીસર આઈસીડીએસ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી, નિલેશભાઈ ચાવડા, પ્રમુખ ભારતીબેન નાયાભા કેર તથા ઉપપ્રમુખ હિરલબા સુરૂભા વાઢેર, દ્વારકા તાલુકા પંચાયતના અધિકારીઓ-હોદેદારોએ હાજર રહીને બાળકો તથા વાલીઓને પ્રોત્સાહિત કરેલ હતા.

આરોગ્ય કેમ્પમાં બાળકોની તપાસ ડો. મુન્દ્રા મારફત કરવામાં આવેલ હતી, વાલીઓનું પરામર્શ, આંગણવાડી વર્કર બહેનો મારફત પુરક પોષણ (ટેક ટુ હોમ રાશન) માંથી બનતી વિવિધ વાનગીઓનું પ્રદર્શન અને કુપોષણમાંથી સુપોષણ તરફ ડગલું માંડતા આદર્શ પરિવારનું સન્માન કરવામાં આવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS