દ્વારકા-બેટ દ્વારકામાં જગતમંદિરમાં પ્રથમવાર ભાવિકો વિના ઉજવાયો ફુલડોલ મહોત્સવ

  • March 31, 2021 08:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવિકો પવિત્ર ગોમતીસ્થાન કરી ધ્વજાજીના દર્શન કરી પરત ફયર્િ

કોરોના મહામારીના સંક્રમણને ખાળવા આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત જ ફાગણ સુદ-પૂનમના હોળી-ફુલડોલ ઉત્સવોમાં યાત્રાધામ દ્વારકા તથા બેટ-દ્વારકામાં ઠાકોરજીના દ્વારા ભાવિકો વિના જ માત્ર પૂજારી પિરવારની ઉપસ્થિતિમાં અબીલ-ગુલાલની છોળો સાથે ફુલડોલ ઉત્સવ ઉજવાયો હતો.

જો કે, હજારો ભાવિકોએ બપોરે ર-00 થી 3-00 વાગ્યા સુધી દ્વારકાધીશ મંદિરમાં યોજાયેલ ફુલડોલ ઉત્સવને ઓનલાઇનના માધ્યમથી નિહાળ્યો હતો. વહીવટી તંત્રએ પ્રચંડ લોકમાંગને લીધે ફુલડોલના દિવસે સાંજથી જગતમંદિર પુન: ભાવિકો માટે ખોલી દીધું હોય ભાવિકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS