દ્વારકાનો હોટલ ઉદ્યોગ છેલાં સવા વષ્ર્થિી મરણ પથારીએ

  • June 10, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર પાસે વિશેષ રાહત પેકેજની ઉઠતી માંગ

રાજય સરકાર દ્વારા રાજયની હોટલ, રીસોર્ટના હાઉસ ટેક્ષ્ામાં વષ્ર્િ ર0ર0-ર1ના વષ્ર્િ માટે હાઉસ ટેક્સની માફીની જાહેરાત કરાઇ છે. પાલીકાના હાઉસ ટેક્ષ્ામાં એક વષ્ર્નિી માફીની જેમ કેન્દ્ર સરકાર પણ વ્યાજ રાહત અને સબસીડી જાહેર કરે તેવા પ્રતિભાવો હોટલ વ્યવસાયીઓ તરફથી મળી રહયા છે. રાજય સરકારની હાઉસટેક્ષ્ા મુક્તિની જાહેરાતથી યાત્રાધામ દ્વારકાની ર00થી વધુ હોટલ તેમજ ગેસ્ટહાઉસ, ભવનો, અતિથિ ગૃહો તથા રીસોર્ટસને યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત વીજ વપરાશમાં પણ ફીક્સ ટેક્ષ્ા માફીની જાહેરાત કરાઇ જેનાથી પણ રાહત થશે. પરંતુ કોરોના મહામારીમાં છેલાં આશરે સવા વષ્ર્થિી વધુ સમયથી જગતમંદિર બંધ રહેવા ઉપરાંત વાહન વ્યવ્હારની ઓછી -ફ્રીક્વન્સી, કોરોનાનો ભય, આર્થિક નાજૂક સ્થિતિ જેવા પરિબળોને લીધે આશરે 90 ટકાથી વધારે યાત્રાળુઓની ઘટ થવાથી યાત્રાધામની આર્થિક સધ્ધરતાનો એકમાત્ર આધાર એવા ટુરીઝમ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે જેની સીધી અસર હોટલ ધંધાર્થીઓને થતાં હોટલ ઉદ્યોગ મરણ પથારીએ હોય રાજય સરકારની જાહેરાતોની સાથો-સાથ કેન્દ્ર સરકાર પણ દેશના ચાર પ્રમુખ તીર્થસ્થાનો પૈકીના દ્વારકા યાત્રાધામના હોટલ ઉદ્યોગને બેઠું કરવા રાહત પેકેજોની જાહેરાત કરી હોટલ ઉદ્યોગ માટે સબસીડી, લોનમાં વ્યાજમાં રાહત સહિતના પગલાંઓ ભરે તેવી માંગ હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તરફથી ઉઠવા પામી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS