માંગરોળ તાલુકામા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા સ્વરછ ભારત અભિયાન હેઠળ મળેલી સરકારી ગ્રાન્ટમાંથી ભીનો અને સુકોકચરો એકઠો કરવા ખુલ્લી બજારમાં ા. 500માં મળતી ડસ્ટબીનના ા.5000 ચુકવી કરેલ ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો આમ આદમી પાર્ટીના જિલ્લા સેક્રેટરી મહાવીરસિંહ ચુડાસમાએ પદર્ફિાશ કરી કાર્યવાહી કરવા રાજય તકેદારી આયોગ સહિતનાઓને પત્ર પાઠવી ફરીયાદ કરતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના સેક્રેટરી મહાવીરસિંહ ચુડાસમાએ કરેલ ફરીયાદમાં પીએમના સ્વરછ ભારત અભિયાન ને સફળ બનાવવા દેશમાં સ્વરછતા અભિયાન ચલાવવા બજેટમાં ફાળવવા નાણાં રાજય સરકાર મારફતે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાને ફાળવી જરી સાધનોની ખરીદી માટે કરાયેલ નાણાંકીય જોગવાઈથી મળેલા નાણાંમાંથી કરકસર અને પારદર્શક રીતે જરી સાધનો ની ખરીદી કરવા ભાવો મંગાવી ઓછામાં ઓછા ત્રણ ભાવો આવ્યે જરિયાત મુજબના સાધનો તેની ગુણવત્તા, ટકાઉપણુ, મજબુતાઈ અને કિંમતની ચકાસણી કરી ઓછા ભાવે મળતાગુણવત્તા યુક્ત સાધનોની ખરીદીના સરકારી નિયમને સગવડતા યુક્ત બનાવી માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએ મળતીયાઓ પાસેથી ઉંચા ભાવ ના ત્રણ કવોટેશનો મારફતે ભાવ મેળવી માનીતી પેઢી પાસે આવા ત્રણ ભાવો વાળા કવોટેશનોમાં માઈનોર નિચો ભાવ ભરાવી આવેલ ભાવોમાં નિચા ભાવના કવોટેશનને મંજૂર કરી ખુલ્લી બજારમાં પિયા 500માં મળતા ડસ્ટબીનના ા.5000 ચુકવી એક ડસ્ટબીન દીઠ સાડા ચાર હજાર જેટલી રકમ કટકટાવી લીધા હોવાનું જણાવી સફાઈ અભિયાન માટે ફાળવેલા પ્રજાના નાણાં આયોજનબદ્ધ ભ્રષ્ટાચાર આચરીને ધરભેગા કરાયા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરી માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતો,ઓજી વિસ્તાર સહિત માટે માંગરોળ તાલુકા પંચાયત અને માંગરોળ નગરપાલિકા દ્વારા સ્વરછ ભારત અભિયાન હેઠળ મળેલી સરકારી ગ્રાન્ટ માંથી ભીના અને સુકા કચરા માટે ખરીદાયેલી ડસ્ટબીનની ખરીદીમાં આચરવામાં આવેલી અનિયમિતતા અને કરાયેલ ભ્રષ્ટાચાર બાબતે તટસ્થ અને ન્યાયિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ, વહિવટદારો, અને ચુંટાયેલા જન પ્રતિનિધિ તરીકે પદભાર સંભાળતા પદાધિકારીઓ સામે ન્યાયોચિત કાર્યવાહી કરવા રાજ્ય તકેદારી આયોગ, વિકાસ કમિશનર, જીલ્લ ા વિકાસ અધિકારી જૂનાગઢ, નગરપાલિકા કમીશ્ર્નર ગાંધીનગર, પ્રાદેશિક નગરપાલિકા કમીશ્ર્નર ભાવનગર,અગ્ર સચિવ શહેરી વિકાસ, રાજ્યના મુખ્ય સચિવ, મુખ્યમંત્રી ધારાસભ્ય, સાંસદ સહિતનાઓ ને ફરીયાદ પત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech