કોડીનાર શહેરમાં ઉના ઝાપા વિસ્તારમાં આવેલ ટ્રાફીકથી ધમધમતો કોડીનાર ઉના હાઇવે રોડ અતિ બિસ્માર થતા ભારે ધૂળની ડમરીઓ ઉડતા લોકો ના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
કોડીનાર ના ઉના ઝાપા માં આવેલા આ રોડ ચોમાસામાં જર્જરિત થયા બાદ નિર્ભર તત્રં દ્રારા તાકીદે રોડ ના બનાવાતા રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનોના કારણે અતિશય માત્રામાં ધૂળની ડમરીઓ ઉડે છે. જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. તેમજ રોડમાંથી હવે નાના નાના પથ્થરો પણ બહાર આવી ગયા હોય વાહનોના ટાયરના દબાણમાં પથ્થરો ગોળી જેમ હવામાં ઉડી લોકોના શરીરમાં ભટકાતા લોકો ઇજાગ્રસ્ત બની રહ્યા છે અને આ વિસ્તારની દુકાનોમાં પણ પથ્થરો વાગતા લોકોના માલનું પણ નુકશાન થઈ રહ્યું છે.
આ અંગે તંત્રમાં ટેલિફોનિક અને મેસેજ દ્રારા જાણ કરવામાં આવતા રોડનું કામ મંજુર થઈ ગયેલ હોય રોડનું કામ પણ કોન્ટ્રાકટરને અપાઈ ગયો હોવાનું અને એક બે દિવસમાં કામ શ થઈ જશે તેમ જણાવ્યા છતાં આજે ૧૦–૧૦ દિવસો વીતી ગયા છતાં રોડનું કામ શ ન થતા આ વિસ્તારના લોકોમાં નિંભર તત્રં સામે ભારે આક્રોશ ફેલાયો હોય રોડનું કામ તાત્કાલિક અસરથી શ કરવા લોક માંગણી ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech