દુરાનીના પિતાએ જમણેરીને ડાબોડી બનાવ્યા: જામસાહેબે યાદ કર્યો ઇતિહાસ

  • April 03, 2023 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલીમ દુરાની સાથેની અદભુત મીત્રતા હું કયારેય ભુલી શકીશ નહીં: મહારાજા જામસાહેબ

સલીમ દુરાની એક ઉત્તમ ક્રિકેટર અને સરળ વ્યકિત હતાં, તેમની સાથેની અદભુત મીત્રતા હું કયારેય ભુલી શકીશ નહીં, ભગવાન તેમના દિવ્ય આત્માને શાસ્વત શાંતિ આપે તેમ જામનગરના રાજવી પરીવારના મહારાજા જામસાહેબ શ્રી જામસતાજીએ સલીમ દુરાનીને શ્રઘ્ધાંજલી આપતા જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, જયારે તે મારી અંગત ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર અને ઓપનીંગ બેટસમેન હતાં ત્યારે અમે યુવા ક્રિકેટરો તરીકે સાથે શરુઆત કરી હતી, સલીમ દુરાનીના પિતા અઝીઝ દુરાની ચેમ્પીયનશીપ જીતનાર નવાનગર રણજીત ટ્રોફી ટીમમાં વિકેટ કીપર હતાં, તે જમણા હાથના ખેલાડી હતાં પરંતુ તેમના પિતાએ ડાબા હાથના ખેલાડીમાં રુપાંતરીત કરવાનો આગ્રહ રાખ્યો હતો અને કલાકો સુધી તેનો જમણો હાથ તેની પીઠ પાછળ બાંધીને બોલીંગ કરાવી હતી.
જામસાહેબે વધુમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ ટેસ્ટ પહેલા સીસીઆઇ સ્ટેડીયમમાં એક દિવસ સવારે ઇંગ્લેન્ડના કેપ્ટન ટેડ ડેકસ્ટરે મને તેની નજર મેળવવા માટે નેટમાં બોલીંગ કરવા કહ્યું હતું ત્યારે ટેડ ડેકસ્ટર એક મુશ્કેલ વિકેટ પર ફફડી ગયો હતો અને ચાલ્યો ગયો હતો, જો તે આગળ વધે તો તેનો આત્મવિશ્ર્વાસ ગુમાવશે અને નેટમાંથી ડેકસ્ટરની વિદાય બાદ તરત જ સલીમ દુરાની બહાર આવ્યા હતાં તેણે મને તેના માટે એવું જ કરવાનું કહ્યું હતું, તે દિવસે ડેકસ્ટરની ખરાબ ઇનીંગ હતી અને દુરાનીએ શાનદાર ૭૨ રન બનાવ્યા હતાં, તેમની મીત્રતા હું કયારેય ભુલી શકીશ નહીં તેમ અંતમાં જણાવ્યું હતું.
**
નવાનગરમાંથી ક્રિકેટ રમ્યા બાદ ગુજરાત માટે રમ્યા અને પછી વિનુભાઇ માંકડ રાજસ્થાન લઇ ગયા
સલીમ દુરાનીના પિતા મહારાજા દિગ્વિજયસિંહજીની નોકરીમાં હતાં અને નવાનગરની ટીમમાંથી એમણે ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી, ૧૯૫૬માં સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમ્યા અને આ પછી વિનુભાઇ માંકડ દુરાનીને ગુજરાત તરફથી ક્રિકેટ રમવા માટે લઇ ગયા હતાં, વિનુભાઇ માંકડ રાજસ્થાન તરફથી ક્રિકેટ રમતા હતાં અને દુરાનીનો ક્રિકેટ એમને ખુબ ગમ્યો હોવાથી તેઓ ત્યારબાદ સલીમ દુરાનીને રાજસ્થાન તરફથી રમવા માટે લઇ ગયા હતાં, રાજસ્થાનમાં એમની સારી એવી ક્રિકેટ કારર્કીદી રહી અને ખાસ કરીને વિનુભાઇ માંકડે એ સમયે એમની કારર્કીદી બનાવવામાં સિંહફાળો આપ્યો હતો.
**
આઈપીએલનો મૅચ શરુ થાય તે પહેલાં દુરાનીને શ્રદ્ધાંજલિ
જેમનું નામ સમગ્ર દેશમાં વિખ્યાત છે અને તેમના સ્વભાવના કારણે અનેક ક્રિકેટરોમાં તેઓએ હૃદયમાં સ્થાન મેળવ્યું છે તેવા દુરાનીનું નિધન થતાં ગઈકાલે રવિવારે આઈપીએલના મૅચ શરુ થાય તે પહેલાં તમામ ક્રિકેટરોએ બે મિનિટનું મૌન પાળીને આ દિગ્ગજ ખેલાડીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
**
ગુરુવારે ક્રિકેટ બંગલામાં શ્રદ્ધાંજલિ સભા યોજાશે
જામનગરના વતની સલીમ દુરાનીનું નિધન થતાં તેમના માનમાં ગુરુવાર તા.૬ના રોજ ક્રિકેટ બંગલા ખાતે સાંજે પ વાગ્યે જાહેર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ સુધી ક્રિકેટ બંગલામાં કોઈપણ જાતના મૅચ નહીં રમાય એવી જાહેરાત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.એ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application