રથયાત્રા ઉત્સવ દરમ્યાન દ્વારકાધીશ મંદિરમાં બપોરે બે કલાક જાહેર જનતા માટે પ્રવેશ બંધ રહેશે

  • July 07, 2021 09:47 AM 

    દ્વારકાના વિશ્વ વિખ્યાત શ્રી જગત મંદીર ખાતે આગામી રવિવાર તા. 11 ને અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજની રથયાત્રા ઉત્સવ શ્રી દ્વારકાધીશ મંદીરમાં પુજારી પરિવાર દ્વારા ઉજવવામાં આવશે.

      આ અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારીની એક યાદીમાં જણાવાયા મુજબ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના હેતુસર રથયાત્રા દરમ્યાન જાહેર જનતા માટે આ મંદીરમાં પ્રવેશ બંધ રહેશે. જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે.

     આ રથયાત્રાના ઉત્સવ દરમ્યાન બપોરના બે થી ચા વાગ્યા સુધી મંદીર જાહેર જનતા માટે દર્શનાર્થે પ્રવેશ બંધ રહેશે જેની નોંધ લેવા સર્વે ભક્તોને એક યાદીમાં જણાવાયું છે. આ સાથે સાંજે નિત્ય ક્રમ મુજબ જાહેર જનતાને મંદીરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)