મહાકુંભ દરમિયાન ચર્ચિત આઇઆઇટી  બાબા ગાંજા સાથે પકડાયો, આત્મહત્યાની ધમકી બાદ જયપુર પોલીસ તેને હોટલમાંથી ઉઠાવી ગઈ

  • March 03, 2025 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે પોલીસે અભય સિંહને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે ગાંજાનો નશો કરી રહ્યો હતો. નશામાં હોય ત્યારે તેણે શું કહ્યું તે તેને ખબર નથી. અભય સિંહે પોલીસને તેની પાસે રહેલો ગાંજા પણ બતાવ્યો, જે પોલીસે જપ્ત કર્યો હતો અને તેની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


મહાકુંભ દરમિયાન વાયરલ થયેલા IIT બાબા અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી છે. સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી. જે બાબતે કાર્યવાહી કરતા શિપ્રા પથ પોલીસ સ્ટેશન રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી અને IIT બાબાને કસ્ટડીમાં લીધા. બાબા પાસેથી ગાંજો પણ મળી આવ્યો છે. તેની સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જયપુર પોલીસે અભય સિંહની પૂછપરછ કરી છે.


IIT બાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે પોલીસ હોટલ પર આવી ગઈ છે. મેં મારો સામાન પેક કરી લીધો છે. પોલીસ FIR નોંધી રહી છે.


સોશિયલ મીડિયા પર 'IIT બાબા' તરીકે પ્રખ્યાત અભય સિંહની જયપુરમાં પૂછપરછ કરવા માટે પોલીસ તેની હોટલ પર પહોંચી હતી. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી.


જ્યારે પોલીસે અભય સિંહને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે ગાંજાનો નશો કરી રહ્યો હતો. નશામાં હોય ત્યારે તેણે શું કહ્યું તે તેને ખબર નથી. અભય સિંહે પોલીસને તેની પાસે રહેલો ગાંજો પણ બતાવ્યો, જે પોલીસે જપ્ત કર્યો હતો અને તેની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસને માહિતી મળી હતી કે હોટેલ પાર્ક ક્લાસિકમાં રહેતો અભય સિંહ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે આ અંગે IIT બાબાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાની પાસે રહેલ ગાંજાના પેકેટ કાઢ્યા અને પોલીસને બતાવ્યા.


હું ગાંજાના નશામાં હતો


તેણે કહ્યું કે 'હું ગાંજાના નશામાં હતો.' જો મેં કંઈ કહ્યું હોય તો મને તેની ખબર નથી. તેની પાસેથી મળેલા ગાંજાના જથ્થાનું વજન ૧.૫૦ ગ્રામ હતું, જેને પોલીસે NDPS એક્ટ હેઠળ જપ્ત કર્યું છે. પોલીસે ગાંજો જપ્ત કર્યો છે અને IIT બાબા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


ભારત-પાકિસ્તાન મેચ પહેલા કરવામાં આવી હતી આગાહી


અભય સિંહ પ્રયાગરાજ મહાકુંભમાં 'આઈઆઈટી બાબા' ના નામથી ખૂબ પ્રખ્યાત થયા. ત્યારથી તે સતત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, ભારત-પાકિસ્તાન મેચ પહેલા તેમણે આગાહી કરી હતી કે ભારત આ વખતે આ મેચ જીતી શકશે નહીં. જોકે ભારતે તે મેચ જીતી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application