દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કોરોના સંદર્ભેના નિયમોની અવધિ તા. 4 જૂન સુધી લંબાવાઈ

  • May 29, 2021 09:52 AM 

કોરોનાની અસરોને ધ્‍યાને લઈ, ગૃહ મંત્રાલયની માર્ગદર્શક સુચનાઓને સાથે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જે અન્‍વયે દેવભૂમિ દ્વારકાના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્‍લામાં તા.4 જૂન સુધી નિયંત્રણોની અવધી લંબાવવામાં આવી છે. 

જે અન્‍વયે જિલ્લામાં સાપ્તાહિક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્‍થા અને કોચિંગ સેન્‍ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટેરીયમ, એસેમ્‍બલી હોલ, વોટરપાર્ક, જાહેર બાગ- બગીચા, મનોરંજન સ્‍થળો, જીમ, સ્‍પા, સ્‍વીમીંગ પુલ બંધ રહેશે. લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં 50 વ્‍યક્તિઓની મંજુરી રહેશે. લગ્‍ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા કે દફનવિધી માટે મહતમ 20 વ્‍યક્તિઓની મંજુરી રહેશે. સમગ્ર જિલ્‍લામાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્‍સ ટેક સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્‍ઝેકશન સેવાઓ, બેંકોનું કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્‍ટોક એકસચેન્‍જ, સ્‍ટોક બ્રોકરો, ઇન્‍સયોરન્‍સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્‍યા 50 ટકા સુધી સુનિશ્વિત કરવાની રહેશે. આવશ્‍યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. સમગ્ર જિલ્‍લામાં તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

જિલ્‍લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ કે સંકુલમાં રમગ ગમત ચાલુ રાખી શકાશે. જિલ્‍લાના તમામ ધાર્મિક સ્‍થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્‍થાનો ખાતેની દૈનિક પુજાવિધી ધાર્મિક સંસ્‍થાનોના સંચાલકો કે પુજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્‍લિક બસ સ્‍ટ્રાન્‍સપોર્ટ મહતમ 50 ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્‍ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને આર.ટી.પી.સી.આર. ટેસ્‍ટ સબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે. 

હોટેલ, રેસ્‍ટોરન્‍ટ, ખાણી-પીણીની દુકાનો, ચાની લારીઓ, પાનના ગલ્‍લાઓ ખાતે ટેક અવે સર્વિસ (વસ્‍તુ લઇને જતા રહેવું)ને પ્રોત્‍સાહન આપવું. તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવું. 

આ ઉપરાંત કોવિડ-19 અન્‍વયે કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજય સરકારના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તેનો તમામે ચુસ્‍ત રીતે અમલ કરવાનો રહેશે. જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનાર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)