ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩- ૨૦૨૪ હેઠળ વર્ગ-૩ની જૂનિયર ક્લાર્ક સહિતની ૫,૨૦૨ જગ્યાઓમાં ફરીથી વધારો કર્યો છે. સ્પર્ધાત્મક ઉમદેવારના વ્યાપક હિતમાં કરાયેલા બે મહત્ત્વના નિર્ણયોમાં ચાલુ ભરતી પ્રક્રિયામાં ફરીથી ૩૫૨ જગ્યા ઉમેરાતા હવે ૫,૫૫૪ જગ્યાઓ માટે ભરતી થશે. જ્યારે ૩૧મી જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી બીજી ફેબ્રુઆરી સુધીની અવધિમાં જેમને ફી ભરવાની રહી ગઈ હતી તેવા ઉમેદવારો માટે ઓનલાઈન પેમેન્ટ માટે ૬ઠ્ઠી અને ૭મી ફેબ્રુઆરી એમ બે દિવસનો મુદ્દત વધારો આપવામાં આવ્યો છે.એપ્રિલ કે મેમાં યોજાનારી ઓનલાઈન પરીક્ષા હેઠળની આ ભરતીમાં ગૌણ સેવા પસંદગી મંડળે ૪,૩૦૪ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી. ૩૧મી જાન્યુઆરીએ ઉમેદવારી કરવાની અવધિ પૂર્ણ થાય તે પહેલા મંડળે ૮૯૮ જગ્યાનો વધારો કર્યો હતો.
ટોચના અધિકારીએ કહ્યું કે, આ ભરતીમાં કુલ ૫.૭૪ લાખ ઉમેદવારોના ફોર્મ કન્ફોર્મ થયા છે. જો કે, તેમાંથી ૫.૧૪ લાખની ફી ભરપાઈ થઈ શકી હતી. ઉમેદવારોની રજૂઆતોને પગલે જેઓ ફી ભરવામાં સફળ રહ્યા નથી તેમના માટે ખાસ કિસ્સામાં ૬ઠ્ઠી અને ૭મી ફેબ્રુઆરી એમ બે દિવસનો વધારો કરાયો છે. જેથી ઉમેદવારને અન્યાય થાય નહી.પોલીસ તંત્રમાં આઉટસોર્સ નહીં, સીધી જ ભરતી થશે.લાંબા સમયથી પોલીસ તંત્રમાં ખાલી પડેલી ૫૫૬ જૂનિયર ક્લાર્કની ભરતી ન થતા વહિવટી કામકાજ માટે જૂનિયર ક્લાર્કની સેવા આઉટસોર્શિંગથી મેળવી લેવા ડીજીપીએ આદેશ કર્યો હતો. આ બાબતે માંગણા પત્રકો મોકલાયા બાદ ક્ષતિ સુધારણામાં ઉદાસીનતા બહાર આવતા ગૃહ વિભાગે તાબડતોબ ગૌણ સેવા પસંદગી મંડળને જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩- ૨૦૨૪માં ૨૨૩ જેટલી જગ્યા ઉમેરવા વિનંતી કરી છે.આથી, હવે પોલીસ કમિશનરેટ, રેન્જ કે બ્રાંચની કચેરીઓને આઉટસોર્શિંગથી ૧૧ મહિનાની મુદ્દતે જૂનિયર ક્લાર્કની સેવાઓ લેવાને બદલે આ સેવા સીધી ભરતીથી ઉપલબ્ધ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech