ઉનાળાની કાળજાળ ગરમી અને હિટ વેવની ચેતવણીને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સામાન્ય જનતાને અસર કરે તેવા જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરના સમયમાં આવતીકાલથી ફેરફાર કરવાની જાહેરાત કરી છે.જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારો સાથે કરેલી વાતચીત મુજબ આવતીકાલથી જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરમાં સવારે ૯:૦૦ થી ૧ અને બપોરે ૪ થી ૬ નો સમય રહેશે. રેશનકાર્ડ, આવકના દાખલા સહિતની કામગીરી માટે આવતા લોકોને વહેલી સવારે પોતાનું કામ થઈ જાય તે માટે હીટ વેવના સમયગાળા પૂરતી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં નવા આધાર કાર્ડ કઢાવવા, જૂના કાર્ડમાં ફેરફાર વગેરે કામગીરી માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાને પણ આ કામગીરીમાં સવારનો સમય રાખવા કલેકટરે અનુરોધ કર્યેા છે.
આ ઉપરાંત અત્યારે ચોમાસાની સિઝન પૂર્વે શહેરના અનેક વિસ્તારોમાં ડામર કામ ચાલી રહ્યા છે. તે બપોરે ૧ થી ૪ દરમિયાન બધં રાખવાનો અનુરોધ પણ મહાનગરપાલિકાને કલેકટર દ્રારા કરવામાં આવ્યો છે. યારે પીડબલયુડી વિભાગને આ સંદર્ભે સૂચના આપવામાં આવી છે
કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ: ટોલ ફ્રી નંબર જાહેર
હીટ વેવ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની કચેરીમાં કંટ્રોલમ ચાલુ કરવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં લોકો ૦૨૮૧–૨૪૭૧૫૭૩ લેન્ડલાઈન નંબર ઉપર અને ૧૦૭૭ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકશે તેવી જાહેરાત અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ કરી છે
બાંધકામ શ્રમિકોને બપોરે ૧ થી ૪ ફરજિયાત રીશેષ
બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને હીટવેવની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી બપોરે ૧ થી ૪ દરમિયાન ફરજિયાત રીતે રિસેસ આપવાની રહેશે તેવી સૂચના સરકારે જાહેર કરી છે. ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માના જણાવ્યા મુજબ જો કોઈ શ્રમિક બપોરે કામ કરતો દેખાય તો કોઈ પણ નાગરિક અથવા શ્રમિક પોતે હેલ્પલાઇન નંબર ૧૫૫૩૭૨ માં ફરિયાદ કરી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech