કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય

  • November 21, 2020 04:29 PM 502 views

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઊંચકીને ઉથલો માર્યો છે. અહઅહમદાવાદ, રાજકોટ સુરતમાં રાત્રી કર્ફ્યું લાગ્યું છે ત્યારે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પગલા લેવાનું શરુ કરી દીધું છે. દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની જિલ્લા કલેકટરે દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

દર વર્ષે અગિયારસના દિવસથી શરુ થતી લીલી પરીક્રમા સાથે  ગિરનારની તળેટીમાં ૪ દિવસનો મેળો યોજાય છે અને લાખો વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે.
ત્યારે કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને આ લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application