લોકસભાની ચૂંટણીને લીધે સીએની પરીક્ષાનું શેડ્યૂલમાં ફેરફાર કરાયો

  • March 20, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીએની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.સીએ ઈન્ટરમીડિએટ અને ફાઈનલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. ઈન્ટરમીડિએટ ગ્રૃપ ૧ની પરીક્ષા ૩, ૫ અને ૯ મેએ લેવાશે. યારે ફાઈનલ ગ્રૃપ ૧ની પરીક્ષા ૨, ૪ અને ૮ મેએ લેવાશે. ફાઈનલ ગ્રુપ ૨ની પરીક્ષા ૧૦, ૧૪ અને ૧૬ મેએ લેવાશે.

ઈન્સ્િટટૂટ આફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ આફ ઈન્ડિયાએ સીએ ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાઓની નવી તારીખોની ૧૯ માર્ચના જાહેરાત કરી છે. સત્તાવાર માહિતી અનુસાર ઈન્ટરમીડિયેટ કોર્સની પરીક્ષા ગ્રુપ ૧ની પરીક્ષા ૩, ૫ અને ૯ મે ૨૦૨૪ના રોજ લેવામાં આવશે અને ગ્રુપ ૨ની પરીક્ષા ૧૦, ૧૪ અને ૧૬ મે ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. ઇન્ટરનેશનલ ટેકસેશન–એસેસમેન્ટ ટેસ્ટ ૧૪ અને ૧૬ મે, ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને કારણે સીએ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ૧૯મી એપ્રિલ ૨૦૨૪થી શ થશે અને ૧લી જૂન ૨૦૨૪ના રોજ પૂર્ણ થશે. તમામ તબક્કાઓની મતગણતરી ૪ જૂન ૨૦૨૪ના રોજ કરવામાં આવશે.


આઈસીએઆઈએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે ઉપરોકત પરીક્ષાના સમયપત્રકના કોઈપણ દિવસે કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજય સરકારસ્થાનિક સત્તામંડળ દ્રારા જાહેર રજા જાહેર કરવામાં આવે તો પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.સીએ અને કંપની સેક્રેટરી સીએસ ધોરણ ૧૨ કોમર્સના વિધાર્થીઓ માટે બે આકર્ષક કારકિર્દી વિકલ્પો છે. યારે બંને વ્યવસાયો તર્કશાક્ર એકાઉન્ટિંગ અને આંકડાઓ સાથે કામ કરે છે, ત્યારે કંપનીમાં તેમની ભૂમિકા અને જવાબદારીઓમાં મોટો તફાવત છે. યારે બંને અભ્યાસક્રમો વાણિયના વિધાર્થીઓ માટે યોગ્ય છે, ત્યારે આમાંથી કોઈપણ એકને અનુસરવું એ મોટાભાગે વિધાર્થીની ચિ પર આધારિત છે. જો તમારી ચિ ઓડિટિંગ, એકાઉન્ટિંગ અને ટેકસેશનમાં છે, તો સીએ તમારી કારકિર્દીની પસંદગી હોવી જોઈએ. જો તમને કોર્પેારેટ વાતાવરણમાં કાયદા અને તેના અર્થઘટનમાં રસ હોય, તો સીએસ તમારી કારકિર્દીની પસંદગી હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application