રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય રહેશે બંધ

  • August 27, 2024 01:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે રાજકોટ જિલ્લામાં આવતીકાલે તા.27/08/2024 ના રોજ ભારે વરસાદના કારણેના જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.


શાળાઓમાં આવતીકાલે રજા

રાજ્યની બધી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે. ભારે વરસાદના પગલે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આંગણવાડી અને બાલમંદિર અંગે પણ જે તે જિલ્લા કલેક્ટરો જાતે નિર્ણય લઈ શકશે. 


ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application