હિટવેવ સંદર્બે ખેડૂતોએ સાવચેતી રાખવા માર્ગદર્શિકા જાહેર, બપોરે ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવી, પશુઓને છાંયડામાં રાખવા

  • April 26, 2024 12:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની ઋતુના સમયે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેમજ હવામાન વિભાગ દ્વારા એપ્રિલ માસના અંત તથા મે માસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉનાળુ ઋતુના ઊભા પાક અંગે સાવધાની રાખવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સાવધાનીના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 


જે મુજબ, જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. તેમજ વહેલી સવારે તથા સાંજના સમયે પિયત આપવું. આ સાથે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા પાકના અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. તેમજ જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. બપોરના કલાકો દરમિયાન ખેતી વિષયક પ્રવૃત્તિઓ બંધ રાખવી. જેથી ખેડૂતોને ગરમીમાં રાહત મળી શકે. 


આ ઉપરાંત પશુઓને છાંયડામાં રાખવા. તેમના પીવાના પાણી માટે ચોખ્ખું અને ઠંડુ પાણી આપવું. તેમજ પશુોને ખોરાકમાં લીલું ઘાસ અને ખનીજયુક્ત દ્રવ્ય આહાર આપવો. ઓછી ગરમીના કલાકોમાં પશુઓને ચરાવવા માટે લઈ જવા તેમજ બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા નહીં કે ખોરાક આપવો નહીં. 


કૃષિ હવામાન એડવાઈઝરી અને સેવાઓ માટે મેઘદૂત મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી તથા તેમાં જણાવેલી વિગતોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો. 


આ અંગે વધુ જાણકારી માટે પોતાના વિસ્તારના ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, તાલુકા અમલીકરણ અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application