ભારતમાં ૨૦૨૮ સુધી નોકરીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો થવાનો અંદાજ એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લાખો નવી નોકરીઓ પેદા થશે.
સર્વિસનાઉના રિપોર્ટ અનુસાર ભારતમાં ૨૦૨૮ સુધી નોકરિયાતોની સંખ્યા વધીને ૪૫.૭૨ કરોડ થઇ જશે. યારે ૨૦૨૩માં આ સંખ્યા ૪૨.૩૭ કરોડ હતી. એટલે કે આગામી પાંચ વર્ષમાં લગભગ ૩.૩૮ કરોડ નવી નોકરીઓ ઉમેરાશે.
નોકરીઓમાં વધારો થવાનું મુખ્ય કારણ ઝડપથી વધતું અર્થતત્રં અને ટેકનોલોજીનો વધતો ઉપયોગ છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ ૨૭.૩ લાખ નવી નોકરીઓ ટેકનોલોજી સેકટરમાં પેદા થશે. ત્યારબાદ મેન્યુફેકચરિંગ સેકટરમાં લગભગ ૧૫ લાખ, એજયુકેશનમાં ૮૪ હજાર, આરોગ્ય સેવાઓમાં ૮૦ હજાર નવી નોકરીઓની તકો સર્જાશે.
આ આંકડા દર્શાવે છે કે ટેકનોલોજી વિકાસ અને આર્થિક વિકાસથી ભારતમાં નોકરીઓની માંગ ખૂબ જ વધશે. જો કે તેને પ્રા કરવા માટે ઉમેદવારોને પોતાની સ્કિલ્સને સમયાંતરે અપગ્રેડ કરવી પડશે. એઆઇ ભારતમાં રોજગાર પેદા કરવામાં મોટી ભૂમિકા ભજવશે. જો કે આનાથી શ્રે ટેકનિકલ સ્કિલ્સ ધરાવતા લોકોની માંગ વધશે. આ સાથે જ સ્થાયી અને શાનદાર કારકિર્દીની સંભાવના પણ વધશે.
જેમ જેમ એઆઇનો દાયરો વધતો જાય છે તેમ તેમ પ્રોફેશનલ્સને એવી તકો મળી રહી છે જેનાથી તે પોતાની સ્કિલ્સનો વિકાસ કરી શકે છે. રિપોર્ટ અનુસાર સોટવેર એપ્લિકેશન ડેવલોપમેન્ટ અને ડેટા એન્જિનિયરિંગ જેવા સેકટર્સમાં સ્કિલ્સને અપગ્રેડ કરવા જરી થઇ ગયું છે.
જો ભારત પોતાની સ્કિલ્ડ લેબર ફોર્સને આ ક્ષેત્રોમાં નિપુણ બનાવે છે તો ભારત વૈશ્વિક ટેકનિકલ અર્થવ્યવસ્થામાં એક લીડર બની શકે છે. આ માટે ભારતની આ સ્કિલ્સમાં ઝડપથી ટ્રેનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરવું પડશે. જેથી ભવિષ્યમાં આપણે વધુ મજબૂત બની શકીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech