જિયોના કારણે ગુજરાતમાં પાંચ વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સમાં અઢી ગણો વધારો

  • September 04, 2021 11:24 AM 

6.40 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં પાંચ કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તા

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે 4Gનો અભૂતપૂર્વ ઉદ્દભવ જોયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા ભાવે આસાનીથી ડેટા પણ ઉપલબ્ધ થયો છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇન્ટરનેટની જરૂરિયાતમાં જોરદાર વધારો થયો હતો.

માનો કે ન માનો પણ વર્ષ 2016માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ 2016માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ 2021ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને 5.05 કરોડ થયા છે.

માર્ચ 2021માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 1.54 કરોડ અને શહેરી વિસ્તારોમાં 3.50 કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા છે. ગુજરાતની અંદાજિત વસ્તી 6.40 કરોડ માનવામાં આવે છે, તેમાંથી 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે.

પાંચ વર્ષ અગાઉ એક ગ્રાહકે પ્રતિ GB  3G સ્પીડના ડેટા માટે રૂ.350 ચૂકવવા પડતાં હતાં, જ્યારે વોઇસ કોલ માટે પ્રતિ મિનિટના 50 પૈસા અને એક રૂપિયો ચૂકવવો પડતો હતો. એટલું જ નહીં, પ્રતિ એસએમએસ માટે પણ રૂ.1થી લઈને રૂ.3 સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ પ્રકારના ટેરિફના કારણે પ્રતિ વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 30 ટકા અને વોઇસ કોલ તથા એસએમએસ માટે 70 ટકા ખર્ચ થતો હતો.

પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે એક વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 100 ટકા છે અને વોઇસ કોલ્સ તથા ટેક્સ્ટ મેસેજિસનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. તેની સાથે જ, વધુ સ્પીડ ધરાવતાં ઇન્ટરનેટ અથવા તો 4Gની કિંમતો 98 ટકા ઘટીને પ્રતિ GB રૂ.7 થઈ ગઈ છે. ભારતમાં એક કપ ચા પણ એક જીબી ઇન્ટરનેટ કરતાં મોંઘી છે.

ટ્રાઈના અહેવાલ મુજબ, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં 11 ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓ સાથે 6.22 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા હતા. તેમાંથી વોડાફોન 1.93 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર હતો. જૂન 2021 સુધીમાં ગુજરાતમાં સાત કરોડ મોબાઇલ ઉપયોગકર્તા થયા હતા અને તેમાં 2.73 કરોડ ગ્રાહકો સાથે જિયો સૌથી મોખરે છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ઓપરેટરની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે.

રાષ્ટ્રીય સ્તરે પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા અઢી ગણી વધી ગઈ છે. વર્ષ 2016ના માર્ચ મહિનાની સ્થિતિએ 35.04 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા હતા તે વધીને માર્ચ 2021ની સ્થિતિએ 82.53 કરોડ થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS