સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. દુબઈની શેરીઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા. સોમવારે મોડી રાતથી શરુ થયેલો ભારે વરસાદ મંગળવારે યથાવત રહેતા સમગ્ર શહેર પાણી પાણી થયી ગયું છે, જેના પગલે બસ અને મેટ્રો સેવા ખોરવાઈ ગયી છે. આ દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની ચેતવણી જારી કરી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ’અત્યંત સાવધ’ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં અસાધારણ તીવ્રતાની ખતરનાક હવામાન ઘટનાઓની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.
એક સ્થાનિક અખબાર અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી અને શારજાહના રહેવાસીઓને આગામી 48 કલાકમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બુધવાર સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાત અહેમદ હબીબે જણાવ્યું કે દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે. લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
એરપોર્ટ થોડી વાર માટે બંધ
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા. આ ઉપરાંત દિવસ દરમિયાન એરપોર્ટની ગતિવિધિઓ 25 મિનિટ માટે સ્થગિત પણ કરવી પડી. એરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ગંભીર વાવાઝોડાને કારણે બપોરે 25 મિનિટ માટે કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.
ગયા વર્ષે પણ પૂર આવ્યું હતું
ગયા વર્ષે નવેમ્બરમાં પણ દુબઈનું હવામાન બગડ્યું હતું. તોફાની વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે પ્રશાસને લોકોને બીચ પર જવાની મનાઈ કરી દીધી હતી. ગરમ અને રણપ્રદેશના હવામાનમાં અચાનક આવેલા બદલાવથી વિશ્વભરના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech