બગસરામાં દારૂડિયાઓ બેફામ: પોલીસ સ્ટેશનની દીવાલે જ નશાખોેર સૂઈ ગય
બગસરામાં દારૂડિયાઓ બેફામ: પોલીસ સ્ટેશનની દીવાલે જ નશાખોેર સૂઈ ગય
June 22, 2026 09:56 AM
બગસરા શહેરમાં છેલ્લ ા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને દાડિયાઓનો ત્રાસ અસહ્ય સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક પોલીસ પ્રશાસનની નિષ્ક્રિયતા તેમજ નબળી કામગીરીના કારણે બૂટલેગરો અને નશાખોરો બેફામ બન્યા છે. પરિસ્થિતિ હવે એટલી હદે વણસી ચૂકી છે કે સામાન્ય નાગરિકો તો ઠીક, ખુદ પોલીસનો ખોફ પણ આ તત્વોના મનમાંથી સાવ ઓગળી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર કાગળ પર જ હોય તેમ દાડિયાઓ જાહેરમાં નશો કરીને કાયદાના રક્ષકોને જ પડકાર ફેંકી રહ્યા છે. આ શરમજનક પરિસ્થિતિનો જીવતો જાગતો પુરાવો તાજેતરમાં જ બગસરા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જોવા મળ્યો હતો. હદ તો ત્યારે થઈ યારે એક દાડિયો દા ઢીંચીને ખુદ પોલીસ સ્ટેશનની દીવાલનો સહારો લઈને જ ત્યાં જ સૂઈ ગયો હતો. જે પોલીસ સ્ટેશન સામાન્ય જનતા માટે સુરક્ષાનું પ્રતીક હોવું જોઈએ, તેની જ દીવાલો આજે નશાખોરો માટે આરામગાહ બની ગઈ છે. આ ઘટના બગસરામાં પોલીસના ડર અને કાયદાના આદરની વાસ્તવિક સ્થિતિની પોલ ખોલી નાખે છે. આ ઘટના સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે અને પ્રજામાં એક જ સવાલ ઉઠી રહ્યો છે