શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા નેપાળી યુવકે નશાની હાલતમાં પોતાના હાથે જ ગળામાં છરી હુલાવતાં લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર પેટ્રોલ પંપ નજીક ભાડેથી રહેતા રામબહાદુર ચંદ્રશીવ નેપાળી (ઉ.વ.૪૫) નામના યુવાને આજે વહેલી સવારે ચારેક વાગ્યે પોતાના હાથે ગળા પર છરીથી ઇજા કરી હતી. છરી ફેરવતી વખતે પત્નીનું ધ્યાન પડી જતા દેકારો કરતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. રામબહાદુર મૂળ નેપાળનો વતની છે અને હોટેલમાં નોકરી કરે છે. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. દારૂની ટેવ હોવાથી નશાની હાલતમાં પોતાના ગળે છરી મારી લીધાનું તેના સગાએ જણાવ્યું હતું.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech