BREAKING NEWS

બગસરામાં નશામાં ચુર પતિએ પત્નીની કરી હત્યા

  • May 06, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ આવેશમાં આવી પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ બગસરાના માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા વિજય અમરસિંહ પરમારને પત્ની વિલાસની સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો. આરોપી પતિ વિજયને પીવાની ટેવ હોય ત્યારે છાશવારે ઝઘડો કરતો હતો આ ઝઘડાએ વરવુ સ્વપ ધારણ કરતા રસોઈની માથાકૂટમાં આરોપી પતિ વિજયે ઘરમાં પડેલ ત્રિકમના ચારથી પાંચ ઘા પત્ની વિલાસને મારી દીધા હતા. જેથી પત્ની ત્યાં જ તરફડીને મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી જોકે ફરજ પરના ડોકટરોએ વિલાસને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જોકે આરોપી પતિ ચિક્કાર દાના નશામાં હોય તેની સ્થળ પર જ અટકાયત કરી લેવામાં આવી છે. આમ, રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ તપાસ બગસરા પોલીસ ચલાવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News