ખંભાળિયા, મીઠાપુરમાં પીધેલા વાહનચાલકો ઝડપાયા

  • April 08, 2021 08:10 PM 

ભાણવડમાં વિદેશી દારૂ ઝડપાયો

ખંભાળિયા અને મીઠાપુરમાંથી કેફી પ્રવાહી પીધેલા વાહનચાલકો ઝડપાયા ઝડપાયા હતા, જ્યારે ભાણવડમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેથી તાલુકાના ફોટ ગામના દિલીપસિંહ માનસિંહ જાડેજા નામના 32 વર્ષના યુવાનને રૂપિયા વીસ હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ કેફી પીધેલી હાલતમાં લઈને નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે ઓખા મંડળના શિવરાજપુર વિસ્તારમાં રહેતા ચંદ્રેશ ઊર્ફે પપ્પુ રાયધરભા માણેક નામના 38 વર્ષના યુવાનને સ્થાનીક પોલીસે સુરાજકરાડી વિસ્તારમાંથી મોડી રાત્રીના સમયે રૂપિયા 15 હજારની કિંમતનું હીરો કંપનીનું મોટરસાઇકલ કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

તેમજ ભાણવડ તાલુકાના દુધાળા ગામે રહેતા લખમણ બધાભાઈ શામળા નામના શખ્સે છુપાવીને રાખીને રૂપિયા 800ની કિંમતની બે બોટલ વિદેશી દારૂ તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 2,100/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જોકે આ સ્થળે આરોપી લખમણ બધાભાઈ શામળા પોલીસને હાથમાં લાગતા હાલ તેને ફરાર ગણી, ધોરણસર તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS