૨૦૨૪માં, ગુજરાતમાં ૭,૩૦૩ કરોડ પિયાના નાર્કેાટિક અને સાયકોટ્રોપિક ડ્રગ્સ જ કરવામાં આવ્યા હતા. ગાંધીવાદી પ્રતિબંધના વારસા પર ગર્વ કરતા રાય માટે શરમજનક બાબત કહી શકાય.
અધિકારીઓના જણાવ્યા મુજબ આમાંથી મોટાભાગની શિપમેન્ટ પંજાબ માટે હતી, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ડ્રગના વપરાશનો પડછાયો ગુજરાતની સરહદોની નજીક પહોંચી રહ્યો છે. ગુજરાતમાં મેફેડ્રોનના સ્થાનિક વેચાણમાં વધારો જોવા મળ્યો છે, જે વપરાશનો સંકેત આપે છે. ગયા વર્ષે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાયોમાં ફેલાયેલા ત્રણ મોટા ગુનાઓમાં ૧,૮૮૨ કિલો મેફેડ્રોન જ કરવામાં આવ્યું હતું.
અહીં જ કરાયેલ કુલ ડ્રગ્સમાંથી, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્રારા સ્વતત્રં રીતે અથવા ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) , ભારતીય નૌકાદળ અને નાર્કેાટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) જેવી અન્ય એજન્સીઓ સાથે સહયોગથી ૬,૮૭૧ કરોડ પિયાના ડ્રગ્સ જ કરવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસના ડેટા મુજબ, કુલ ૨૪,૦૦૦ કિલો ડ્રગ્સ જ કરવામાં આવ્યા હતા અને ૮૪૮ વ્યકિતઓ પર નાર્કેાટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એકટ હેઠળ ૫૮૨ કેસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુજરાત એટીએસ ના ડીઆઈગી સુનિલ જોશીએ સ્પષ્ટ્રતા કરી હતી કે મોટાભાગના ડ્રગ્સ ગુજરાત માટે નહીં પરંતુ પંજાબ માટે હતા. અમારા મધ્ય–સમુદ્રી ઓપરેશન્સ દર્શાવે છે કે હેરોઈન અથવા કોકેઈન શિપમેન્ટમાંથી કોઈ પણ ગુજરાત માટે ઈરાદો નહોતો. અમારી તપાસ દર્શાવે છે કે તે બધા પંજાબ તરફ રવાના થયા હતા.
તેમણે ઉમેયુ હતું કે ગુજરાતમાં હેરોઈન અથવા કોકેઈન જેવા હાઈ–પ્રોફાઈલ ડ્રગ્સના વપરાશમાં કોઈ નોંધપાત્ર વલણ જોવા મળ્યું નથી. તેમણે રાયમાં મેફેડ્રોનના સ્થાનિક ઉત્પાદન અને વપરાશ તરફ પણ ધ્યાન દોયુ.
નિષ્ણાતો માને છે કે ગુજરાતનો વિશાળ દરિયાકિનારો અને મોટા બંદરો તેને દાણચોરો માટે આકર્ષક ટ્રાન્ઝિટ હબ બનાવે છે. એક વરિ પોલીસ અધિકારીએ કહ્યું, તેના દરિયાઈ માર્ગેા તેને અન્ય રાયો માટે રવાના થયેલા શિપમેન્ટને ઉતારવા માટે પ્રથમ પસંદગી બનાવે છે.
જોકે, એક કેન્દ્રીય એજન્સીના અધિકારીએ ગુજરાતમાં ડ્રગ્સના સેવનની શકયતાને નકારી કાઢવા સામે ચેતવણી આપી હતી. જો હેરોઈન અને કોકેઈન જેવા ડ્રગ્સ રાયમાં પ્રવેશવા લાગ્યા છે, તો આ શુષ્ક રાયમાં તેમના સ્થાનિક વપરાશને નકારી શકાય નહીં તેવી અધિકારીએ ટિપ્પણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech