કચ્છ: મુન્દ્રા પોર્ટ પરથી બે કન્ટેનરમાંથી 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

  • September 15, 2021 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનરમાંથી 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુન્દ્રા પોર્ટ પરથી બે શંકાસ્પદ કન્ટેનર અટકાવવાનો મામલે મોટો ખુલાસો થયો છે. અફઘાનિસ્તાન અને ઇરાન થઇ કચ્છ આવેલા કન્ટેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પાઉડરની આડમા લાવવામાં આવેલા કોકેઇનનો મોટો જથ્થો ઝડપાયો છે. અંદાજીત 2500 કરોડથી વધુનો જથ્થો એક કન્ટેનરમાંથી ઝડપાયો હોવાના સામચાર મળી રહ્યાં છે.

 

હજુ પણ એક શંકાસ્પદ કન્ટેનરની તપાસ ચાલુ છે. DRI,NCB સહિતની તપાસ એજન્સીઓ આ કન્ટેનરની તપાસ કરી રહી છે. મુન્દ્રા અમદાવાદ સહિત અન્ય સ્થળો પર પણ તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હજી પણ કન્ટેનર મંગાવનાર પેઢીના અન્ય કન્ટેનરની તપાસ ચાલુ છે. અનુમાન છે કે તપાસમાં હજી વધુ માત્રામા ડ્રગ્સનો જથ્થો મળી શકે છે.

 

આ તપાસમાં પોલીસ તથા અન્ય ગુપ્તચર એજન્સીઓ પણ જોડાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application