ડ્રગ્સ કનેકશન : ‘મારી ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે’ દીયા

  • October 28, 2020 02:04 AM 277 views

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં બોલીવુડની એભિનેત્રી દીયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. આથી આ મામલે સફાઈ આપતા દીયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ‘આ આરોપ તેની ઈમેજ ખરાબ કરવા માટે લગાવવામાં આવ્યો છે. તેનેન કોઈ પણ પ્રકારના ખોટા ડ્રગ્સ લીધું નથી.’

 

દિયાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, ‘હું આ ખબરની દ્રઢતા અને સ્પષ્ટ ખંડન કરવા ઈચ્છું. કારણકે આ આરોપ પાયાવિહોણો છે. તેમાં કોઈ તથ્ય નથી. આવા હલકા રિપોર્ટીંગની સીધી અસર મારા માન, સન્માન અને પ્રતિષ્ઠા પર પડે છે. આ બાબતથી મારા કરિયરને નુકસાન થઈ શકે છે. મે વર્ષોની મહેનતથી બનાવેલ મારું નામ ખતમ થઈ શકે છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારના માદક પદાર્થ કે કોંટ્રાબેન્ડ પદાર્થનું ખરીદ વેચાણ કે સેવન કર્યુ નથી. એક ભારતીય નાગરિક હોવાના નાતે હું તમામ ઉપ્લબ્ધ કાયદાકિય ઉપાયોનો ઉપયોગ કરીશ. મારા સમર્થનમાં રહેલા ફેન્સનો ખૂબ ખૂબ ધન્યવાદ.’

 

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સનામામલે બોલીવુડના અનેક જાણીતા ચહેરાના નામ એક પછી એક સામે આવી રહ્યાં છે ત્યારે અભિનેત્રી દીપીકા પાદુકોણ, શ્રધ્ધા કપૂર સહિતના નામો પર ડ્રગ્સના આરોપ લાગ્યા છે. અનેક અભિનેત્રીઓ મેસેજમાં માંગી રહેલ ડ્રગ્સની ચેટ પણ વાયરલ થઈ રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application