સોયલના તળાવમાં ન્હાવા ગયેલી બાળાનું ડૂબી જતા મોત

  • June 30, 2021 10:50 AM 

દરેડમાં પ્લાસ્ટર તોડતી વેળાએ હાર્ટનો હુમલો આવી જતાં યુવાનનું મોત: ચેલામાં બીમારીથી કંટાળી મહિલાએ અગનપછેડી ઓઢી

ધ્રોલ તાલુકાના સોયલ તળાવમાં દાદી સાથે ન્હાવા ગયેલી બાળકીનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે, દરેડ કારખાનામાં જુનો પ્લાસ્ટર તોડતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જતા યુવાનનો ભોગ લેવાયો છે અને ચેલા ગામમાં બીમારીથી કંટાળીને મહિલાએ અગનપછેડી ઓઢી લીધી છે.

મૂળ જોડિયાના પડાણા ગામની વતની અને હાલ ધ્રોલના સોયલ ગામે રહેતી દયા મહેશભાઈ જાદવ ઉંમર વર્ષ 10 નામની બાળા ગઈકાલે પોતાની દાદી સાથે ગામના તળાવમાં નાહવા માટે ગઈ હતી દરમિયાન ઉંડા પાણીમાં ડૂબી જતા બાળાને ધ્રોલ સરકારી દવાખાને સારવારમાં લાવતા જ્યાં મૃત્યુ નીપજયું હતું. આ બનાવની જાણ મહેશ કાનજીભાઈ જાદવ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી બાળાના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બીજા બનાવમાં જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ડાડુભાઇ કનારા ઉમર વર્ષ પચ્ચીસ નામનો યુવાન ગઇકાલે દરેડ જીઆઇડીસી ફેસ 2 પ્લોટ નંબર 4228 ખંડેલવાલ કારખાનામાં જુના કૂલિંગ પ્લાન્ટની દીવાલનો જુનો પ્લાસ્ટર તોડતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા કે બીજા કારણસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે જયેશભાઈ નકુમ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુ એક બનાવમાં જામનગર તાબેના ચેલા ગામમાં વજીર ફળિયુ ખાતે રહેતી દક્ષાબા ભુપેન્દ્રસિંહ વાઢેર ઉંમર વર્ષ 40 લે થાઇરોડ તથા બીપી ની બીમારી હોય જેના કારણે હલનચલન કરી શકતા ન હોય જેથી આ બીમારીથી કંટાળીને પોતાના શરીર પર કાંડી ચાપીને સળગી જતાં તેણીનું મૃત્યુ થયું હતું. દરમિયાનમાં ભુપેન્દ્રસિંહ વાઢેર દ્વારા પોલીસમાં જાણ કરાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS