મણિપુરમાં ડ્રોન, RPG એટેક અને ભયના દ્રશ્યો, હિંસા વચ્ચે વિષ્ણુપુરથી ગ્રાઉન્ડ રિપોર્ટ

  • September 09, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મણિપુર હિંસાને એક વર્ષ વીતી જવા છતાં પણ આ પૂર્વોત્તર રાજ્યમાં હજુ પણ શાંતિ સ્થાપિત થઈ નથી. રસ્તાઓ પર સતત દેખાવો થઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં ગોળીબાર થઈ રહ્યો છે. 8 સપ્ટેમ્બરના રોજ કાંગપોકપી જિલ્લામાં CRPF કેમ્પ પર થયેલા હુમલા પછી, ઇમ્ફાલની શેરીઓ પર વિશાળ પ્રદર્શનો જોઇ શકાય છે. વિષ્ણુપુરના મોઇરાંગ વિસ્તારમાં લોકો ભયના છાયામાં જીવવા માટે મજબૂર છે.




આ પહેલા 6 સપ્ટેમ્બરે ઈમ્ફાલમાં મણિપુર રાઈફલ્સની બે બટાલિયનની ઓફિસની બહાર હથિયારોની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 9 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓએ ઇમ્ફાલની સડકો પર વિરોધ માર્ચ કાઢી હતી અને મુખ્યમંત્રીની સાથે રાજ્યપાલના ઘરનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. 1 સપ્ટેમ્બરે, પશ્ચિમ ઇમ્ફાલ પર ડ્રોન હુમલો થયો હતો અને 6 સપ્ટેમ્બરના રોજ, હિંસાથી સૌથી વધુ પ્રભાવિત વિષ્ણુપુર જિલ્લામાં RPG હુમલો કરવામાં આવ્યો હતો.




વિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ વિસ્તારમાં આરપીજી હુમલો થયો હતો, જેના કારણે મણિપુરના પ્રથમ મુખ્યમંત્રી એમ કોઈરાંગના આવાસ પર રોકેટ પડ્યું હતું, જ્યાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે રોકેટના ટુકડા તૂટી વિખરાઈ ગયા હતા.




પૂર્વ સીએમ કોઈરાંગના પૌત્ર કેલ્વિને જણાવ્યું હતું કે, તેમને સુપરસોનિક બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો અને બ્લાસ્ટ પહેલા તે ઘરના બીજા ભાગમાં ગયો હતો. જો આવું ન થયું હોત તો મૃત્યુ પામનારાઓમાં તેનું નામ પણ સામેલ હોત.




જણાવી દઈએ કે, વિષ્ણુપુર જિલ્લામાં પહાડી વિસ્તારોથી મોઈરાંગનો વિસ્તાર 8 થી 10 કિલોમીટરના અંતરે છે. આટલા અંતરે છોડવામાં આવેલ રોકેટ બતાવે છે કે મણિપુરમાં હવે કેવા પ્રકારના હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે.




મોઇરાંગથી ત્રણ કિલોમીટર આગળ વિષ્ણુપુર જિલ્લાના ત્રાંગલાબી ગામમાં 6 સપ્ટેમ્બરના રોજ સવારે 4:30 કલાકે એક પ્રચંડ વિસ્ફોટ પણ થયો હતો. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે ઘરની પાછળ બનેલા શૌચાલયની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ અને આસપાસની દિવાલો પર રોકેટના ટુકડા જોવા મળ્યા. વહેલી સવાર હોવાથી પરિવારના મોટાભાગના સભ્યો ઘરમાં સલામત જગ્યાએ સૂઈ રહ્યા હતા, જેમાં રોકેટ ઘૂસી શક્યું ન હતું, પરંતુ નબળા ભાગમાં રોકેટના નિશાન દેખાઈ રહ્યા હતા.



સ્થાનિક રહેવાસી પ્રિયા કહે છે કે, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બધા ડરીને ઉભા થઈ ગયા. ગભરાટ આજે પણ ચાલુ છે કારણ કે આવો હુમલો ફરી ક્યારે થશે તે ખબર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application