રાજયમાં વધતા વાહન અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્રારા લાઇસન્સ પ્રક્રિયા વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે રાયની ૩૭ આરટીઓ કચેરીમાં એઆઈ આધારિત ટેકનોલોજીથી ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ૧૧ આરટીઓ કચેરીમાં ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ૧૫ ડિસેમ્બર પછી ડ્રાઇવિંગ લાઇસન્સ એ આઈ આપશે. રાજયમાં આગામી સમયમાં આરટીઓ માં વાહન ચલાવવા માટેનું લાયસન્સ મેળવવું હશે તો હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તે મળી શકશે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ.આઈ. આધારીત સિસ્ટમ આવી રહી છે. છેલ્લ ા કેટલાક સમયથી જે રીતે અસ્માતના બનાવો બને છે તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુકત હોવાનું બહાર આવ્યું છે જે એઆઈના કેમેરા થકી નિવારી શકાશે. કેટલીક આરટીઓમાં ઓળખીતાઓને લાયસન્સ આપવામાં આખં આડા કાન થાય છે તે પણ બધં થાય તેવી ફુલપ્રુફ વ્યવસ્થા એઆઈ સિસ્ટમ થકી ઉભી કરાશે.આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ સંભવત: ૧૫ ડિસેમ્બર પછી ટૂ અને ફોર વ્હીલર સહિતના વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્રારા આપવામાં આવશે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદએ જણાવ્યું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફીટ કરવામાં આવેલા ૧૭ કેમેરાએ ટેસ્ટ આપનાર અરજદારની દરેક મૂવમેન્ટ ૫૨ બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. હાલની વર્ષેા જૂની સિસ્ટમ સોટવેરની ખામીઓને કારણે અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામે ૧૦૦ ટકા સચોટ રિઝલ્ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કીલમાં પણ સુધારો થશે. ગુજરાત રાયની તમામ ૩૭ આરટીઓ અને એઆરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની અને ટ્રેક અપગ્રેડેશન કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. તે પૈકી ૧૧ આરટીઓમાં એઆઈ સિસ્ટમની ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકયું છે. રાજયની વાહન વ્યવહાર કચેરી દ્રારા ડ્રાઇવિંગ લાયસન્સ આપવા માટે આધૂનિક ટેલનોલોજી સિસ્ટમ શ કરવાનો આશય એવો છે કે વાહન ચલાવનારાઓની ગુણવત્તા સુધ૨વાની છે. લોકોમાં ટ્રાફિક અવરનેસ આવશે અને નિયમ મુજબ વાહન ચલાવતા થશે તો જીવલેણ માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ મહદઅંશે ઘટાડો થશે. ગાંધીનગર સહિત રાજયભરની આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ વીડિયો એનાલિટિક ટેકનોલોજી અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપે ગાંધીનગર આરટીઓમાં પણ એઆઈ ટ્રેકનું કામ ચાલી રહ્યુ છે. જો કે તે સંપૂર્ણ કાર્યરત થતા એક સાહનો સમય લાગી શકે છે.