રાજકોટ મહાપાલિકા સંચાલિત સિટી બસ સેવાની બસે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જી ચાર નાગરિકોના મોત નિપજાવતા સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી ગઇ હતી, દરમિયાન આ મામલે તપાસનો ધમધમાટ અને શિક્ષાત્મક કાર્યવાહીનો દોર શરૂ થતા અંદાજે ૨૫ જેટલા ડ્રાઇવરોને હવે આ નોકરીમાં જોખમ જણાતું હોય નોકરી છોડી દેતા સિટી બસના અનેક રૂટ બંધ રહ્યા હોવાનું જાણવા મળે છે. એકંદરે આજે ફરી હડતાલ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
દરમિયાન આ મામલે સિટી બસ સેવાની કામગીરી સંભાળતા મ્યુનિ.આસિ.મેનેજર મનિષ વોરાનો સંપર્ક સાધતા તેમણે ઉપરોક્ત બાબતને સમર્થન આપતા જણાવ્યું હતું કે લેખિત રાજીનામા આપ્યા નથી પરંતુ નોકરી ઉપર આવતા ન હોય અને મોબાઇલ ફોન સતત સ્વીચ ઓફ આવતા હોય આ મામલે ત્રણેય એજન્સીને જાણ કરાઇ છે. કુલ ૨૨૫માંથી ૨૫ જેટલા ડ્રાઇવર આવતા ન હોય અંદાજે આઠથી નવ ટકા જેટલુ ઓપરેશન ડિસ્ટર્બ થયું છે.
સિટી બસ સેવા સામેની ૨૭૦૪ ફરિયાદ
રાજકોટ મહાપાલિકાના કોલ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં સિટી બસ સેવાને લગતી કુલ ૨૭૦૪ ફરિયાદો નોંધાઇ છે જેમાં જોખમી બસ ડ્રાઇવિંગની ૫૯ ફરિયાદ, ડ્રાઇવર કંડકટરના ઉધ્ધત વાણી, વર્તન અને વ્યવહારની ૧૦૪ ફરિયાદ, સિટી બસ અનિયમિત હોવાની ૨૮૨ ફરિયાદ, બસ સ્ટોપ ઉપર બસ ઉભી રહેતી નહીં હોવાની ૩૦૬ ફરિયાદ તેમજ મુસાફરને ટિકિટના વધતા પૈસા પરત નહીં આપવાની ૧૩૯ ફરિયાદ તેમજ અન્ય પરચુરણ ૧૩૯ ફરિયાદો મળી કુલ ૨૭૦૪ ફરિયાદો નોંધાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech