કેરળના ત્રિશૂરના એક વ્યકિતએ રસ્તા પર અમાનવીય વર્તન દર્શાવવા બદલ કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડો છે. એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ પોલીસે વ્યકિત સામે મોટી કાર્યવાહી કરી છે. સાયરન અને હોર્ન આપ્યા પછી પણ એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ કાર માલિક પર ૨.૫ લાખ પિયાનો દડં ફટકારવામાં આવ્યો છે અને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ૭ નવેમ્બરે ચાલકુડીમાં બની હતી. કાર પોન્નાનીથી થ્રિસુર મેડિકલ કોલેજ જઈ રહી હતી. એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્રારા શેર કરાયેલ ડેશકેમ ફટેજમાં એમ્બ્યુલન્સને બે–લેન રોડ પર બે મિનિટથી વધુ સમય સુધી સિલ્વર માતિ સુઝુકી સિયાઝને અનુસરતી બતાવવામાં આવી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કાર ચાલકો એમ્બ્યુલન્સની સામેથી પસાર થવાના દરેક પ્રયાસને રોકી રહ્યા છે. અહીં એમ્બ્યુલન્સ ડ્રાઈવર સતત હોર્ન વગાડી રહ્યો છે અને તેની સાયરન પણ વાગી રહી છે.
અધિકારીઓએ તેની નંબર પ્લેટ પરથી કાર ચાલકની ઓળખ કરી હતી. આ પછી કાર માલિક પર એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધિત કરવાનો, મોટર વાહન અધિનિયમ દ્રારા અધિકૃત સત્તાના કાર્યેામાં અવરોધ ઉભો કરવાનો અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એકટની કલમ ૧૯૪ઈ મુજબ એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા પર છ મહિના સુધીની જેલ અથવા ૧૦,૦૦૦ પિયા સુધીનો દડં અથવા બંને થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMજામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
May 18, 2025 02:42 PMઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech