ખંભાળિયા - જામનગર માર્ગ પર મંગળવારે સાંજના સમયે એક મોટરસાયકલ આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા જીતેન્દ્રસિંહ સજુભા જાડેજા નામના 21 વર્ષના યુવાન મંગળવારે સાંજના સમયે તેમના જીજે 37 પી. 1369 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. તેમની સાથે ભાતેલ ગામના અન્ય એક યુવાન જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા પણ જઈ રહ્યા હતા.
ડબલ સવારી આ મોટરસાયકલ અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર જામનગર માર્ગ પર આવેલા દેવળિયા ગામના પાટીયા પાસે સ્થિત એક કંપનીના ગેઈટ નજીક પહોંચતા આ મોટરસાયકલ આડે એકાએક આખલો ઉતાર્યો હતો. જેના કારણે ઉપરોક્ત મોટર સાયકલ આખલા સાથે ધડાકાભેર ટકરાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક જીતેન્દ્રસિંહ સજુભા જાડેજાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમની સાથે જઈ રહેલા જયવીરસિંહને પણ ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે કુલદીપસિંહ જુવાનસિંહ જાડેજા (ઉ.વ. 25, રહે. ભાતેલ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મોટરસાયકલ ચાલક જીતેન્દ્રસિંહ સજુભા સામે પોતાનું બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, અકસ્માત સર્જવા સબબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. ડી.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં કાદવવાળા પાણીમાં ડૂબી જતા અજાણ્યા યુવાનનું મૃત્યુ
દ્વારકા નજીક આવેલા એ.સી.સી. ગ્રાઉન્ડ, મોડેલ સ્કૂલની પાછળના ભાગે કાદવ કીચડવાળા પાણી ભરેલા ખાડામાં એક યુવાનનો મૃતદેહ હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 40 થી 45 વર્ષના અજાણ્યા યુવાનનો કબજો મેળવી, પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ અંગે સ્થાનિક વેપારી વામનભાઈ ગોકાણીની જાણ પરથી દ્વારકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
ભીમરાણામાં બે જુગારીઓ ઝડપાયા
મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી પોલીસે રણમલ સવા ચૌહાણ અને વસંત કારૂ જનગરીયા નામના બે શખ્સોને તીનપત્તિનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech