કલ્યાણપુરમાં પુરપાટ જતું બાઈક સ્લીપ થતાં ચાલકનું મૃત્યુ

  • June 01, 2021 10:51 AM 

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા અરજણભાઈ માલદેભાઈ ચૌહાણ નામના 27 વર્ષના યુવાન પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી હાઈ-વે નજીકથી પુરઝડપે જઈ રહેલા આ મોટરસાયકલ પર ચાલક અરજણભાઈએ કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું અને તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામાભાઈ માલદેભાઈ ચૌહાણની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક બાઈક ચાલક અરજણભાઈ માલદેભાઈ ચૌહાણ સામે આઈ.પી.સી. કલમ 304(એ), 279, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS