બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.આર. પરમારની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હેડ કોન્સ.ને બાતમી મળેલ કે બાબરા ટાઉન ગ્રાઉન્ડ ચોકમાં પાર્ક કરવામાં આવેલી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી કાર ચાલકની પુછપરછ કરતા પોતાનું ધર્મેન્દ્ર મનુભાઇ બસીયા હોવાનું જણાવ્યું હતું પોલીસે કારની તલાશી લેતાં ઈંગ્લીશ દારૂની બોટલ નગં ૪૮૦ જેની કુલ કિં.રૂ.૪૭,૦૪૦ની મળી આવતા દારૂનો જથ્થો તેમજ શખસ પાસેથી મોબાઇલ અને દારૂના હેરફેર માટે ઉપયોગ લેવાયેલી એસન્ટ કાર મળી કુલ કિં.રૂા.૨,૪૯,૦૪૦નો મુદ્દામાલ કબજે કરી કારચાલકની ધરપકડ કરી ગુનો નોંધી આ દારૂ કોને આપવાનો હતો અને કોની પાસેથી લીધો હતો સહિતની પુછપરછ હાથ ધરતા શખસે ભયલુ વલકુભાઈ બસીયા (રહે.નિલવડા તા.બાબરા જી.અમરેલી), જયદીપ ઉર્ફે બાલો મુળુભાઇ વાળા (રહે.બાબરા), વિવેક પ્રવિણભાઈ પોપટ (રહે.બાબરા)ના નામ આપતા તમામ ફરાર જાહેર કરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. આર.આર. પરમાર, એ.એસ.આઇ. કિરણભાઇ સોલંકી,
હેડ કોન્સ. રાજભા વાઘેલા, હેડ કોન્સ. અનોપસિંહ સોલંકી, હેડ કોન્સ. રમેશભાઇ કોતર, પો.કોન્સ. ગોકુળભાઇ રાતડીયા, પો.કોન્સ. ભારતભાઇ મકવાણા સહિતના દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application