રાજયના પોલીસવડા વિકાસ સહાય દ્વારા ગઇકાલે એક પોસ્ટ કરીને રાજયની તમામ સરકારી કચેરી બહાર ટ્રાફિક ડ્રાઇવ યોજીને નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવતા આજ સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા જામનગરની સરકારી કચેરીઓની બહાર ખાસ કરીને હેલ્મેટ અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં કેટલાક કર્મચારી ઝપટે ચડયા હતા જેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર સહિત રાજયમાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે, ખાસ કરીને હેલ્મેટ અને શીટ બેલ્ટ બાબતે વાહનચાલકોમાં જાગૃતી લાવવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ગત રવિવારે અલગ અલગ વિભાગના સુરક્ષા કર્મીઓ દ્વારા હેલ્મેટ અંગે અવેરનેશ બાઇક રેલીનું આયોજન કરાયુ હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જોડાયા હતા, દરમ્યાન રાજયના પોલીસવડા વિકાસ સહાય દ્વારા ગુજરાતની તમામ સરકારી કચેરી બહાર ટ્રાફિક ડ્રાઇવ યોજવા એક પોસ્ટ દ્વારા સુચના આપવામાં આવી હતી. દરેક સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમનનું પાલન કરવાનું રહેશે તેમ જણાવ્યુ હતું.
દરમ્યાન આજે સવારે જામનગર શહેરની જુદી જુદી સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી અને અલગ અલગ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પર ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં ખાસ કરીને ટુ વ્હીલર કર્મચારીઓને હેલ્મેટ ડ્રાઇવ અંતર્ગત ચેક કર્યા હતા અને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર કેટલાક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ડીજીપીના આદેશથી જુદા જુદા જીલ્લાના પોલીસવડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીઆઇની સુચનાથી સ્ટાફ દ્વારા સરકારી કચેરીઓની બહાર ડ્રાઇવનો પ્રારંભ કરાયો છે અને આગામી દિવસોમાં પણ આ અંગે કડક કાર્યવાહી કરાશે તેમ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application