ખાંભાના નાનુડી ગામે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની પળોજણ

  • March 09, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાંભા તાલુકાની પછાતપણામાં ગણના થઈ રહી છે ત્યારે તાલુકાના ગામડાઓ સાથે પણ સત્તાધીશો દ્વારા વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખાંભા-અમરેલી હાઈ-વે ઉપર આવેલી નાનુડી ગામ આવેલ છે.

આ ગામમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણી માટે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ નાનુડી ગામમાં માત્ર હાલ નર્મદાનું પાણી આવે તેના પર નિર્ભર રહેવું પડે છે પરંતુ ત્યારે છેલ્લા ૧૨ દિવસ નર્મદાનું પાણી નહીં આપવાના કારણે હાલ ગામની મહિલાઓ, બાળકો, પુરુષો સહિતના રહીશો એક બેડા પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યા છે. જ્યારે બીજી તરફ ગામમાં ચાર જેટલા હેન્ડપમ્પ આવેલા છે તેમાં ૨ હેન્ડપમ્પનું પાણી પીવાલાયક નથી જેના કારણે ૨ હેન્ડપમ્પમાં મહિલાને આખો દિવસ જરૂરિયાત મુજબ પાણી ભરવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. બીજી તરફ નાનુડી ગામની હાઈ-વે નજીક આવેલ અવેડો પણ ખાલીખમ જોવા મળી રહ્યો છે. એક તરફ પીવાના પાણીની પળોજણમાં મહિલા મજૂરી કામે પણ જઈ શકતી નથી અને આર્થિક રીતે પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નાનુડી ગામે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કયારે આવશે તે જોવું રહ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS