સરપંચ દ્વારા ટેન્કર ફાળવવા કરાઇ રજૂઆત
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં હજુ ઉનાળું શરુ થયો નથી ત્યાં જ પાણીની રામાયણ શરુ થઇ છે, સરપંચ દ્વારા ટેન્કર ફાળવવા રજૂઆત કરવામાં આવી છે, પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાતા ગ્રામજનોમાં ચિંતા થવા લાગી છે, પાણી પું પાડતા તમામ સ્ત્રોત ડુકી ગયા છે, એક માત્ર નર્મદાના પાણી મળે છે, પરંતુ તે પણ અનિયમિત મળતા લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે, આ બાબતે ગામના સરપંચ ગોરધનભાઇ કાનાણીએ તાલુકા અને જીલ્લાના સત્તાવાળાઓને રજૂઆત કરી ટેન્કર વાટે પાણી આપવા માંગણી કરી છે.
જામનગર-પોરબંદર હાઇવે માર્ગ ઉપર આવેલ ભણગોર ગામને પીવાના પાણી પ્રશ્ર્ને અન્યાય થતો હોવાની ગ્રામજનોમાંથી ફરિયાદ ઉઠી છે, ગામને પાણી આપતા તમામ સ્ત્રોત એકાએક ડુકી જતાં નર્મદાનું પાણી એકમાત્ર વિકલ્પ બચ્યો છે, નર્મદાનું પાણી પણ લોકોને નિયમિત મળતું નથી, જેથી પાણી માટે લોકો આમતેમ ફાફા મારી રહ્યા છે.
શિયાળો અંતિમ ચરણોમાં છે, અને ઉનાળાના કપરા દિવસો બારણે ટકોરા મારી રહ્યા છે, ત્યારે પીવાના પાણી માટે લોકોની શું હાલત થશે ? એ બાબતે ગ્રામજનોમાં ચિંતા થવા લાગી છે. પાણીની હાલમાં કટોકટી ઉભી થવાથી સમગ્ર ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, સરકારી તંત્ર પીવાના પાણી પ્રશ્ર્ને કંઇપણ ઘ્યાન નહીં આપે તો લોકોની યાતના બેવડાશે, ગામના જાગૃત સરપંચ ગોરધનભાઇ કાનાણીએ સરકારી તંત્રને અસરકારક રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMએર ટેકસીની ટ્રાયલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ, માંડવી સાઈટની પસંદગી
February 24, 2025 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech