નાસાએ ચેતવણી આપી છે કે ચીનના વિશાળ થ્રી ગોર્જ ડેમના કારણે પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. ડેમમાં સંગ્રહિત પાણીના જંગી જથ્થાને કારણે પૃથ્વીના પરિભ્રમણની ઝડપ દરરોજ ૦.૬ માઇક્રો સેકન્ડે ધીમી પડી છે. યાંગ્ત્ઝી નદી પર બનેલા વિશાળ થ્રી ગોર્જ ડેમમાં વધારે પાણીને કારણે પૃથ્વીની મુવમેન્ટ ઓફ એનર્શીયા બદલાઈ ગઈ છે, જેના કારણે ફરતી વખતે ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
ઉદાહરણ તરીકે, સ્કેટર તેના હાથને અંદરની તરફ ખેંચીને વધુ ઝડપથી સ્પિન કરે છે અને તેની ઝડપ ધીમી કરે છે. એ જ રીતે, પૃથ્વીના પરિભ્રમણની ઝડપ પાણીના વિસ્તરણથી પ્રભાવિત થાય છે. યારે કોઈપણ પદાર્થનું દળ પૃથ્વીના કેન્દ્રની નજીક હોય છે, ત્યારે પૃથ્વી ઝડપથી ફરે છે. જો કે, યારે દળ પૃથ્વીની સપાટી પર ફેલાય છે, ત્યારે તેની ગતિ ધીમી પડી જાય છે. આ કારણથી થ્રી ગોર્જ ડેમમાં રાખવામાં આવેલ પાણીને પૃથ્વીની ઝડપ ઘટાડવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
નાસાના વૈજ્ઞાનિક બેન્જામિન ફોંગ ચાઓ અનુસાર, આ થ્રી ગોર્સ ડેમે પૃથ્વીના પરિભ્રમણની ગતિ પ્રતિ દિવસ ૦.૦૬ માઇક્રોસેકન્ડસથી ધીમી કરી છે. જો કે, આ ફેરફાર તદ્દન નાનો છે. પરંતુ તે બતાવે છે કે માનવસર્જિત રચનાઓ પૃથ્વીની કુદરતી પ્રક્રિયાઓને કેવી રીતે અસર કરી શકે છે.
પૃથ્વીના પરિભ્રમણની ઝડપને સમજવામાં મુવમેન્ટ ઓફ એનર્શીયા મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમજાવે છે કે પૃથ્વીના પરિભ્રમણની ધરીના સંબંધમાં સમૂહ કેવી રીતે ખેંચાય છે. યારે મોટી માત્રામાં પાણી એકઠું થાય છે, ત્યારે આ સમૂહ વિષુવવૃત્ત તરફ ફેલાય છે, જેના કારણે પૃથ્વીની મુવમેન્ટ ઓફ એનર્શીયા બદલાય છે. થ્રી ગોર્જ ડેમમાં ૪૦ બિલિયન કયુબિક મીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ મહિને વિષુવવૃત્ત તરફ સ્થાનાંતરિત થાય છે. આનાથી પૃથ્વીની મુવમેન્ટ ઓફ એનર્શીયા થોડી વધી જાય છે, જેના કારણે પૃથ્વીની ગતિ થોડી ધીમી પડી જાય છે.
થ્રી ગોર્સ ડેમ તકનીકી ધ્ષ્ટ્રિકોણથી પણ એક મહાન ચમત્કાર છે. આ ડેમ ૧૮૫ મીટર ઐંચો અને ૨ કિલોમીટરથી વધુ લાંબો છે, જે વિશ્વનો સૌથી મોટો પાવર જનરેટ કરતો ડેમ છે. તેની સંપૂર્ણ ક્ષમતા પર તે ૨૨,૫૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે, લાખો ઘરો અને ઉધોગોને ઊર્જા પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech