ખંભાળિયામાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અપાઈ

  • July 07, 2021 09:37 AM 

જિલ્લા ભાજપ તથા શહેર ભાજપના કાર્યકરોએ આપી અંજલિ

ખંભાળિયામાં ડો.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા પુષ્પઅંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે તેમની રાષ્ટ્રભાવનાભર્યું જીવન ચરિત્ર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, જીજ્ઞેશભાઈ પરમાર, હસમુખભાઈ ધોળકિયા, હિમાચલ મકવાણા, અશોકભાઈ કાનાણી, પ્રતાપભાઈ દતાણી, મુકેશભાઈ કાનાણી, મયુરભાઈ ધોરીય ભવ્ય ગોકાણી, નિકુંજ વ્યાસ, જયેશ કણજારીયા,  લખુભાઈ ચાવડા, વિગેરે કાર્યકરો-હોદેદારોએ ઉપસ્થિત રહી, પુષ્પાંજલી અર્પણ કરી હતી.

આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનસંઘના સ્થાપક અને અધ્યક્ષ તેમજ સ્વતંત્ર ભારતના પ્રથમ બલિદાની ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જન્મ જયંતી નિમિત્તે અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમ કરવામાં જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, જિલ્લા કાર્યાલય મંત્રી કિરીટભાઈ ખેતીયા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતાપભાઈ પિંડારિયા, ઋષિરાજ ખેતીયા, મોહિત પંડ્યા, પર્વ મંકોડી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS