રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પી.સી.એન્ડ પી.અને ડી.ટી. એકટ હેઠળનાં કેસમાં રામાણી સર્જીકલ હોસ્પિટલનાં ડૉ. ડી.કે.રામાણીને કોર્ટ દ્વારા ૧૮ માસની સજા અને ૨૫,૦૦૦/- રૂપીયાનો દંડ કરાયો છે.
તા.૧૩/૧૨/૨૦૧૩ના રોજ જસદણ તાલુકાનાં રામાણી સર્જીકલ હોસ્પિટલ ખાતે ડો. એસ.એસ. શ્રીવાસ્તાવ, સબ ડિસ્ટ્રકટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસરે સ્થળ મુલાકાત લઇ સાક્ષીઓની હાજરીમાં રામાણી સર્જીકલ હોસ્પીટલમાં થતા પી.સી. એન્ડ પી. અને ડી. ટી. એકટ હેઠળના ભંગ બદલ કાર્યવાહી કરી સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા. ત્યાર બાદ પી. સી. એન્ડ પી. અને. ડી. ટી. એકટ હેઠળ કોર્ટ કેસ ચાલતો હતો. જેની કાર્યવાહી બાદ આરોપી ડી.કે. રામાણી રામાણી સર્જીકલ હોસ્પીટલ. ગાયત્રી મંદિર સામે આટકોટ રોડ જસદણને કોર્ટે ૧૮ માસની સજા અને ૨૫,૦૦૦/- રૂપીયાનો દંડ કર્યો છે. તેમ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી પી.એન.ડી.ટી. એકટ - ૧૯૯૪ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભ પરીક્ષણના મામલે અત્યંત કડક વલણ અપનાવવામાં આવે છે અને જ્યાં જ્યાં આવા મશીનો છે ત્યાં વર્ષ દરમિયાન સતત ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જિલ્લામાં મંજૂર થયેલા આવા સેન્ટરમાંથી 50% જેટલા સેન્ટરો તો અત્યારે બંધ હાલતમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech