જામનગરની યુવતીને દુઃખ ત્રાસ આપતા દહેજભૂખ્યા સાસરિયાં

  • July 10, 2021 01:26 PM 

જામનગરની યુવતીને રાજકોટના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ઝગડા તેમજ મારકૂટ કરીને ઘરમાંથી કાઢી મુકી ધમકી દીધાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાલમાં જામનગરની પટેલ કોલોની શેરી નંબર 9, બેંકની બાજુમાં અતુલ એપાર્ટમેન્ટની સામે રહેતા રીનાબા પ્રહલાદસિંહ ઝાલા ઉંમર વર્ષ 26 નામની પરિણીતાએ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટના રતનપર ગામમાં રહેતા પતિ પ્રહલાદસિંહ રઘુભા ઝાલા, સસરા રઘુભા ગોવુભા ઝાલા, સાસુ ધનુબા રઘુભા ઝાલા, દિયર ધ્રુવરાજસિંહ રઘુભા ઝાલા, તથા રાજકોટ ભોમેશ્વર સોસાયટીમાં રહેતી નણંદ કાશ્મીરાબા મયુરસિંહ જાડેજા ની વિરુદ્ધ આઈપીસી કલમ 498(એ ), 323, 504, 506(2 ), 114, દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતો હોય તેમજ ફરિયાદીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર તેની પાસે દહેજ પેટે રૂપિયાની માંગણી કરી તથા માવતર પાસેથી અવારનવાર રૂપિયા લઇ દહેજની માંગણી સંતોષવા છતાં તેની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી મારકૂટ કરી હતી તથા ફરિયાદીને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી તથા ફરિયાદીની પાંચ વર્ષની પુત્રીની તેણીએ માંગણી કરતા નહીં આપીને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS