જામનગરની યુવતીને દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મૂકી

  • April 03, 2021 08:54 PM 

અમદાવાદના પતિ, સાસુ-સસરા અને કોસ્ટેબલ દેરાણી વિરુદ્ધ ફરિયાદ

જામનગરની યુવતીને મેણા-ટોણા અને મારકૂટ કરીને દહેજ ભૂખ્યા સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુકીને ધમકી આપી હતી આ અંગે તેણી દ્વારા અમદાવાદ ખાતે રહેતા પતિ, સાસુ સસરા તથા દેરાણી-મહિલા પોલીસની સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના શરૂ સેંકશન રોડ પર માધવ, સરદાર પટેલ સોસાયટી શેરી નંબર 1મા રહેતી ભાવિશાબેન ગૌતમભાઈ સોરીયા ઉંમર વર્ષ 30 નામની પરિણીતાને તેના પતિ, સાસુ-સસરા અને દેરાણી દ્વારા લગ્ન જીવન દરમીયાન અવાર નવાર ઘરકામ તેમજ દહેજની માંગણી કરી નાની નાની વાતોમાં તેની સાથે ઝઘડો કરી, મારકૂટ અને મેણા-ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી મદદગારી કરી હતી.

આ બનાવ અંગે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ભાવિશાબેન દ્વારા પતિ ગૌતમ પ્રવીણ સોરીયા, સસરા પ્રવીણ છગન સોરીયા, સાસુ પન્નાબેન પ્રવીણ સોરીયા અને અમદાવાદ શાહીબાગ પોલીસના મહિલા કર્મચારી અને દેરાણી રિધ્ધીબેન આકાશ શિરોયા (રહે. બધા છ પુષ્પવન બંગલો, ન્યુ સુદર્શન પાર્કની બાજુમાં ગોપાલ ચોક, નિકોલ અમદાવાદ) ની સામે જુ દી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS