જામનગરની મહિલા સંસ્થા દ્વારા વિશ્ર્વ મહીલા દિને દહેજ મુકત ગુજરાતનો સંકલ્પ

  • March 09, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્ર્વ મહીલા દિવસની ઉજવણીના ઉપક્રમે જામનગર તથા રાજકોટ સ્થિત વિશ્ર્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા જામનગર જિલ્લા કલેકટરને એક સંકલ્પ પત્ર અર્પણ કરી ગુજરાતભરમાં લોક જાગૃતિને વ્યાપક બનાવી દહેજ જેવા સામાજીક દુષણને તિલાંજલી આપવા સંકલ્પ કરેલ છે.

નારી શકિતને મહત્વ આપતા ગુજરાતના પનોતા પુત્ર તથા મુખ્યમંત્રી વિજયભાઇ પાણીને સંબોધી દહેજ વિરોધી કાયદાનો ચુસ્ત અમલ કરાવવા તથા દહેજ મુકત ગુજરાત અભિયાન ચલાવવા સહયોગની માંગણી કરી છે, તાજેતરમાં અમદાવાદમાં એક પરીણીતાએ આજ દુષણને કારણે આત્મહત્યા કરવા મજબુર થવું પડયું તે જગજાહેર છે. નારી તે નારી છે, દરેક ધર્મમાં નારીનો દરજ્જો મા, દીકરી, પત્ની, પુત્રી તરીકેનો સન્માનજનક છે બને તે માટે શહેરની વિવિધ ધર્મની મહીલાઓ આ સંકલ્પ પત્ર અર્પણ કાર્યક્રમમાં જોડાઇ હતી જે તસવીરમાં દશર્યિ છે.

આ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણીઓ સહિત નિર્મલબેન કોર, નઝીમાબેન અકબર સુંભણીયા, પલબેન મહેતા, ડેસપીનાબેન આનંદ જોડાયા હતાં. તેમ વિશ્ર્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલના પ્રમુખ કિરણબેન ચંદારાણા તથા સેક્રેટરી વૈશાલીબેન રાયઠઠ્ઠાની અખબારી યાદીમાં જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS