જામનગરમાં વકરી રહેલા રોગચાળાને કાબુમાં લેવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય સહિતની જુદીજુદી શાખા ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે કોલેરાનો એક કેસ નોંધાયો હતો. જ્યારે આજે તાવના ૧૧૭ કેસ નોધાયા છે.
આરોગ્ય કેન્દ્ર મેડીકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવે છે. તેમાં ૯ મેડીકલ ની ટીમ, દ્વારા ૪૩૫ ઘર ની ૧૮૬૪ ની વસ્તી ની તપાસ કરવામાં આવી હતી.જેમાં ૬૪ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ , ૩૬૨૫ ક્લોરીન ટેબલેટ વિતરણ કરાયું હતું. ,જ્યારે ઝાડા નાં પાંચ કેસ આજે તા.૮ નાં રોજ વિસ્તારમાં કુલ ૧૬ લાઇન લીકેજ નું રીપેરીંગ કરવામાં આવ્યું હતું.
શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પતિની નિયંત્રિત કરી શકાય.તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
જેમા આજે તાં.૮ નાં આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-૪૮, સર્વેલન્સ ટીમ-૨૧૧ દ્વારા વસ્તી-૬૨૯૭૩, ઘર- ૧૪૪૨૦ તથા ૮૭૬૨૨ પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન સામન્ય તાવ-૧૧૭ કેસ મળ્યા હતા જેમની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી ૩૪૪ ઘરોમાં ૩૬૬ પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૯૦૪૭ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવી હતી તથા ૩૮૧ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયુ હતું. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ૩૬ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફૂડ શાખા દ્વારા લુઝ ડ્રીન્કીંગ વોટર ટેસ્ટ સેમ્પલ-ર લેવામાં આવ્યા હતા.
પાણીજન્ય રોગો જેવાકે કોલેરા અટકાયત માટેનાં પગલાંઓ મા પીવા માટે ઉકાળેલું પાણી પીવવું જોઈએ અથવા મહાનગરપાલિકા દ્વારા નળ વાટે આપવામાં આવતું પાણી ક્લોરીનયુક્ત પાણીનું પીવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech