શનિ રવિમાં બનતી આ અવકાશી ઘટના જોવાનું ચુકતા નહીં : ૪૦૦ વર્ષ પછી બનશે ત્રણ મહાગ્રહોનો ત્રિકોણ

  • January 08, 2021 10:09 PM 721 views

નવા શરૂ થયેલા વર્ષ ૨૦૨૧માં અનેક ખગોળીય ઘટનાઓ બનવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. ત્યારે આ વિકેન્ડમાં જ વર્ષની પહેલી આકર્ષક ખગોળીય ઘટના બનવાની છે. તારીખ ૯ અને ૧૦ જાન્યુઆરીએ સૂર્યાસ્ત બાદ આકાશમાં શનિ, બુધ અને ગુરુ ગ્રહો જોવા મળશે. જોકે આ નજારો ૮ અને ૧૧ જાન્યુઆરી પણ જોવા મળશે. જોકે ૯ અને ૧૦ તારીખે વધુ સ્પષ્ટ રૂપે આ અવકાશીય ઘટનાને જોઈ શકાશે.

 

વર્ષ ૨૦૨૦માં ૨૧ ડિસેમ્બરે આવી ઘટના બની હતી જેમાં ગુરુ અને શનિ નજીક જોવા મળ્યા હતાં. જોકે બંને ગ્રહો વચ્ચે ૭૩.૫ કરોડ કિલોમીટરનું અંતર જોવા મળ્યું હતું, પરંતુ છતાં તેઓ નજીકના તારાઓની જેમ જોવા મળ્યા હતાં. વૈજ્ઞાનિકો અનુસાર આ ખગોળીય ઘટના ૪૦૦ વર્ષ બાદ જોવા મળી છે. વિશ્વભરમાં લોકોએ ૨૨ ડિસેમ્બરે ગ્રહોની નજદીકી જોઈ હતી અને સંશોધકો માટે મહત્વનો સંશોધનનો વિષય હતો. અગાઉ ૧૬૨૩માં શનિ અને ગુરુ વચ્ચેનું અંતર ઘટ્યું હતું અને તે વધુ નજીક જોવા મળ્યા હતા. પરંતુ ત્યાર કરતા હાલમાં આ ઘટના થોડી અલગ અને વિશેષ બને છે કારણકે શનિ અને ગુરુ સાથે બુધના ગ્રહને પણ જોઈ શકાશે. નવ અને દસ જાન્યુઆરીએ ત્રણેય ગ્રહોનો એક ત્રિકોણ બનશે. આજથી જ ત્રણ ચાર દિવસ આ ગ્રહો ઘણા પાસે જોવા મળશે. સૂર્યાસ્તબાદ આ નઝારાને નારી આંખે પણ જોઈ શકશે એવું વૈજ્ઞાનિકોનું કહેવું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application